News of Thursday, 29th January 2026
દ્વારકાધીશ મંદિર પરિસરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને અગ્રણીઓએ દ્વારકાધીશ મંદિરના સ્મૃતિચિન્હ અર્પણ કર્યું
દર્શનાર્થીઓનું મુખ્યમંત્રીએ અભિવાદન ઝીલી સૌને જય દ્વારકાધીશ પાઠવ્યા: મુખ્યમંત્રીને ફુલ અને તુલસીમાંથી નિર્મિત અનુગ્રહમ અગરબત્તી તથા પ્રસાદ અર્પણ

(દીપેશ સમાણી દ્વારા ) દ્વારકા : દ્વારકા મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓનું મુખ્યમંત્રીએ અભિવાદન ઝીલી સૌને જય દ્વારકાધીશ પાઠવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રીને શ્રીજીનું ઉપરણું ઓઢાડી, દ્વારકાધીશ મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરી હતી . ફુલ અને તુલસીમાંથી નિર્મિત અનુગ્રહમ અગરબત્તી તથા પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો.
દ્વારકાધીશ મંદિરમાં મુખ્યમંત્રી સાથે પૂર્વ કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા કલેકટર રાજેશ તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા. અગ્રણી મયુરભાઈ ગઢવી, પૂજારી પ્રતિનિધિ સહિત સ્થાનીક પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
