<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

દ્વારકા ખાતે દેવી ભાગવત કથા શ્રી મહાચંડી યજ્ઞ અને ૧૦૦૮ મહારૂદ્ર અભિષેકમાંસમ્મિલિત થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

આ પ્રસંગે મુખ્યમંત્રીએ નેપાળી બાબા (પરમ તપસ્વી સંત આત્માનંદદાસ મહાત્યાગી)ના આશીર્વાદ મેળવી વિશ્વલોક હવન યજ્ઞશાળા અને શિવલોક નામ જપ યજ્ઞશાળાની મુલાકાત લીધી

( દીપેશ સામાણી દ્વારા ) દ્વારકા :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ આજરોજ દ્વારકાધીશની પાવન ભૂમિ ખાતે ચાલતી દેવી ભાગવત કથા શ્રી મહાચંડી યજ્ઞ અને ૧૦૦૮ મહારૂદ્ર અભિષેકમાં સમ્મિલિત થયા હતા. ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ પ્રાપ્ત કરી મુખ્યમંત્રી દ્વારકાના નાગેશ્વર રોડ ખાતે સ્વ. વિરમભા આશાભા માણેકની પ્રેરણાથી દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે આયોજિત મહાચંડી યજ્ઞ અને ૧૦૦૮ મહારૂદ્ર અભિષેકમાં સમ્મિલિત થયા હતા. મુખ્યમંત્રીની મુલાકાત વેળાએ ધારાસભ્ય પબુભા માણેક, પૂર્વ કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, કલેકટર રાજેશ તન્ના, જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા, અગ્રણી મહયુરભાઈ ગઢવી સહિતના સ્થાનીક પદાધિકારીઓ, સંતો, મહંતો વિગેરે ઉપસ્થિત રહયા હતા

 

.આ પ્રસંગે મુખ્યમંત્રીએ નેપાળી બાબા (પરમ તપસ્વી સંત આત્માનંદદાસ મહાત્યાગી)ના આશીર્વાદ મેળવી વિશ્વલોક હવન યજ્ઞશાળા અને શિવલોક નામ જપ યજ્ઞશાળાની મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તા.૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી આયોજિત ધર્મોત્સવમાં ભારતભરથી ૨૧ હજાર બ્રાહમણો દ્વારા ૫૮ કરોડ જાપ કરવામાં આવી રહયા છે તેમજ દેશભરમાંથી સાધુ - સંતો, મહાત્માઓ આ આયોજનમાં સમ્મિલિત થયા છે.

(11:54 PM IST)