<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

મોરબીના ધક્કાવાળી મેલડી માતાજીનો પ્રાગટ્ય દિવસ ધામધૂમથી ઉજવાયો.

સાંજે 2100 દીવડાની મહાઆરતીમાં બહોળી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા: મહાપ્રસાદનો મોટી સંખ્યામાં ભક્તોએ લ્હાવો લીધો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  તારીખ 29 જાન્યુઆરી ને ગુરુવારે મોરબીના ધક્કાવાળી મેલડી માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ધક્કાવાળી મેલડી મા ચેરિટેબલ ટ્રસ્ટ- મોરબી દ્વારા ધક્કાવાળી મેલડી માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સાંજે 2100 દીવડાની મહાઆરતી કરવામાં આવી હતી. આ મહાઆરતીમાં બહોળી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લ્હાવો લીધો હતો.

(12:15 AM IST)