મોરબી જીલ્લામાં વર્ષ દરમિયાન પોલીસે લૂંટ-ઘરફોડ ચોરી અને વાહનચોરીના મહત્તમ કેસો ઉકેલ્યાનો દાવો.
રેંજ આઈજીની ઉપસ્થિતિમાં પોલીસનું વાર્ષિક ઇન્સ્પેકશન યોજાયું.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જીલ્લામાં વર્ષ ૨૦૨૫ દરમિયાન જીલ્લા પોલીસ ટીમોએ કરેલી કામગીરીનું સરવૈયું રજુ કરવામાં આવ્યું છે જેમાં પોલીસે લૂંટના ૮૩ ટકા, ધાડના ૧૦૦ ટકા ગુના, ઘરફોડ ચોરીના ૭૧ ટકા અને વાહન સહીત અન્ય ચોરીના ૭૪ ટકા ગુનાઓ શોધી કાઢી મુદામાલ રીકવર કરવામાં આવ્યો હોવાનો દાવો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે આજે રેંજ આઈજી અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમાં પોલીસનું વાર્ષિક ઇન્સ્પેકશન અને પરેડ યોજવામાં આવી હતી.
રાજકોટ રેંજ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા મોરબી જીલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું અને મોરબી જીલ્લા પોલીસવડા દ્વારા વર્ષ ૨૦૨૫ માં કરવામાં આવેલી કામગીરીની વિગતો જાહેર કરવામાં આવી હતી મોરબી જીલ્લામાં હાલ ૨ ડીવીઝન, ૧૦ પોલીસ સ્ટેશન, ૮ ચોકી અને ૧૨ આઉટ પોસ્ટ કાર્યરત છે વર્ષ દરમિયાન પોલીસે લૂંટના ગુનામાં ૮૩ ટકા, ધાડના ગુનામાં ૧૦૦ ટકા, ઘરફોડ ચોરીમાં ૭૧ ટકા અને વાહન સહીત અન્ય ચોરીના ૭૪ ટકા ગુનાઓ શોધી કાઢી મહત્તમ મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે.
તેમજ યુવા ધનને વ્યસનથી મુક્ત રાખવા માટે વર્ષ દરમિયાન પ્રોહીબીશનના ૭૦૪૫ ગુના શોધી કાઢી રૂ ૨૦,૬૪,૩૭,૪૩૫ નો મુદામાલ કબજે કરાયો હતો .જુગારધારાની બદી નેસ્તનાબુદ કરવા જુગારધારાના ૫૨૩ ગુના શોધી કાઢી રૂ ૧,૪૬, ૩૧,૩૯૫ નો મુદામાલ કબજે લેવામાં આવ્યો છે દરિયાઈ સરહદમાં ડ્રગ્સ, હેરોઈન જેવા માદક પદાર્થની ઘુસણખોરી અટકાવવા દરિયાઈ પેટ્રોલિંગ કરવામાં આવે ચાલુ વર્ષે હથિયારધારા હેઠળ કુલ ૩૪ કેસો શોધી કાઢી તેમજ એનડીપીએસ એક્ટ હેઠળ ૧૪ કેસો કરી નશીલા પદાર્થ કીમત રૂ ૧૦,૮૩,૯૧૦ નો મુદામાલ જપ્ત કર્યો છે નાસતા ફરતા ૩૮ આરોપીઓ અને પેરોલ જમ્પ કરેલ ૪ કેદી, અન્ય જીલ્લાના ૩ મળીને કુલ ૪૫ આરોપીઓને પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જીલ્લામાં ગુનાખોરી રોકવા માટે ૧૫,૭૨૮ ઈસમો વિરુદ્ધ અટકાયતી પગલા લઈને સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવી કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિ નિયંત્રણમાં લેવામાં આવેલ છે પાસા હેઠળ ૯૭, હદપારી ૯૨ દરખાસ્ત કરી ગુનેગારોને કાયદાની પ્રતીતિ કરાવી હતી અકસ્માતના બનાવો અટકાવવા ટ્રાફિક ડ્રાઈવ યોજી ટ્રાફિક નિયમ ભંગ કરનાર કુલ ૫૬,૦૪૯ ઇસમોને એન સી આપી કુલ રૂ ૨,૫૬,૩૧,૭૦૦ નો દંડ વસુલવામાં આવ્યો છે તેમજ ૫૦૬૪ વાહનો ડીટેઈન કર્યા છે ઉપરાંત સાયબર ક્રાઈમના ગુનામાં ફ્રોડમાં ગયેલ રૂ ૯૦,૩૫,૦૧૦ ની રીકવરી કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
