હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોરબીની પીએમ શ્રી માધાપરવાળી શાળામાં સલામતી સપ્તાહની ઉજવણી.
108 ની ટીમે પોતાના મેડિકલના સાધનો બાળકોને બતાવી ઉપયોગીતાની સમજ આપી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીની પીએમ શ્રી માધાપરવાળી શાળામાં જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા જિલ્લા કક્ષાના શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી.
કાર્યક્રમની શરૂઆતમાં રાજ્યકક્ષાએથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આપત્તિ વ્યવસ્થાપન વિશે ઓનલાઈન સંબોધન કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશભાઈ ગાંભવા તેમજ અન્ય અધિકારીઓનું પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ફાયર ઓફિસરે આગ કેવી રીતે લાગે છે?આગ લાગે ત્યારે આગ ઓલવવા શું કરવું જોઈએ? પાણીમાં કેવી રીતે બચાવ કાર્ય કરવામાં આવે છે? એની વિસ્તૃત સમજ આપી હતી. લાઈફ જેકેટ, લોખંડની બિલાડી, પાણીમાં તરવા માટેનું લાઈફ વિલ, વગેરેની વિસ્તૃત સમજ આપી હતી. 108ના ડોકટરે જણાવ્યું હતું કે 108નો કોલ વધીને ત્રણ સેકન્ડમાં લાગી જાય છે અને અમે ઈમરજન્સીમાં અકસ્માત સ્થળે પહોંચીને પેશન્ટનું રેસ્ક્યુ કરી પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલમાં પહોંચાડીએ છીએ. ત્યારબાદ આપદા મિત્રે પોતાની કામગીરી વિસ્તૃત રીતે સમજાવી હતી. મૌખિક સમજ બાદ પ્રેકટિકલ સમજ માટે આગ ચાલુ કરી ફાયર એસ્ટીગ્યુંસરના ઉપયોગથી કેવી રીતે આગ ઓલવી શકાય એનું પ્રેક્ટિકલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના હાથે કરાવ્યું હતું. 108 ની ટીમે પોતાના મેડિકલના સાધનો બાળકોને બતાવી ઉપયોગીતાની સમજ આપી હતી. ફાયર ફાઈટર વાહનમાં આવેલ તમામ સુવિધાઓની સમજ આપી હતી. લાઈવ બંબાનું સંચાલન સમજાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બંને શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
