<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

મોરબી જિલ્લાના ઉદ્યોગકારોના પ્રશ્નોના નિરાકરણ માટે ૫ ફેબ્રુઆરીએ પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં ‘ઓપન હાઉસ’ યોજાશે.

ઉદ્યોગોને લગતા પ્રશ્નો તા. ૩૧ જાન્યુઆરી સુધીમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે મોકલી આપવા ઉદ્યોગકારોને અનુરોધ.

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબી જિલ્લાના વિવિધ વેપાર-ઉદ્યોગોને લગતા પ્રશ્નોની ચર્ચા અને નિકાલ માટે રાજ્યકક્ષાના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં તા. ૦૫/૦૨/૨૦૨૬, બપોરે ૧૨:૦૦ કલાકે, કોન્ફરન્સ રૂમ નં. ૧૩૬, કલેક્ટર કચેરી, મોરબી ખાતે ‘ઓપન હાઉસ’ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.


આ ઓપન હાઉસ અન્વયે જિલ્લાના ઔદ્યોગિક એસોસિએશનોએ ઉદ્યોગોને લગતા પ્રશ્નો કે સૂચનો સોફ્ટ કોપીમાં [email protected] પર અથવા હાર્ડ કોપીમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રૂમ નં. ૨૩૩, ૨૩૪, જિલ્લા સેવા સદન, સો-ઓરડી, મોરબી ખાતે તા. ૩૧/૦૧/૨૦૨૬ સુધીમાં મોકલી આપવા મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરની યાદીમાં જણાવાયું છે.

(1:13 AM IST)