<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

બાલાજી મંદિરે આવતીકાલથી હનુમાન ચરિત્ર રાત્રીકથા

૧૫૧મો પાટોત્‍સવઃ ૫ કરોડના ખર્ચે બનાવેલ સુવર્ણ સિંહાસનનું લોકાર્પણ વિવેક સાગર સ્‍વામી વકતાપદેઃ મહંત શાષાી રાધારમણદાસજી, કોઠારી મુનિવત્‍સલદાસની ઉપસ્‍થિતી

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર, તા.૩૦: રાજકોટ વાસીઓની શ્રદ્ધા અને આસ્‍થાનું કેન્‍દ્ર એટલે શ્રી બાલાજી હનુમાનજી મંદિર અહીં દાદા સૌ ભક્‍તોની મનોકામના પૂર્ણ કરે છે ત્‍યારે વડતાલ સંસ્‍થાન સંચાલિત મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મંદિર રાજકોટને આંગણે શ્રી બાલાજી દાદાના ૧૫૧ માં પાટોત્‍સવ પ્રસંગે તારીખ ૩૧ જાન્‍યુઆરીથી ૪  ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી રાતે ૮.૩૦ થી ૧૧ સુધી મંદિરના મહંત પૂજ્‍ય વિવેકસાગર દાસજી સ્‍વામીના વક્‍તાપદે શ્રી હનુમાન ચરિત્ર રાત્રી કથાનું ભવ્‍ય દિવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે.

સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરના મહંત શાષાી પૂ.રાધારમણ સ્‍વામી તથા કોઠારી પૂજ્‍ય મુનિવત્‍સલદાસજી સ્‍વામીની અધ્‍યક્ષતામાં આયોજન થનાર છે. આ પાવન પ્રસંગે બાલાજી દાદાનું રૂપિયા ૬ કરોડના ખર્ચે બનેલ સુવર્ણ સિંહાસનનું લોકાર્પણ કરાશે સાથે આ પાવન પ્રસંગે તા.૩૧ જાન્‍યુઆરીના રોજ બપોરે ૩.૩૦ કલાકે શ્રી સ્‍વામીનારાયણ મુખ્‍ય મંદિરેથી બાલાજી હનુમાનજી મંદિર સુધી ભવ્‍ય પોથીયાત્રા નીકળશે.

તા.૩૧ જાન્‍યુઆરીને શનિવારના રોજ ભવ્‍ય અન્નકુટ મહોત્‍સવનું આયોજન તથા બાલાજી દાદાનો પાટોત્‍સવ તા.૧ ફેબ્રુઆરીને રવિવારે બપોરે ૩.૩૦ કલાકે ભવ્‍યથી ભવ્‍ય રીતે પાટોત્‍સવ અને દાદાનું રાજોપચાર પૂજન કરાશે. તથા તા.૧ ફેબ્રુઆરીને રવિવારે રાત્રે ૧૦ કલાકે હનુમાન જન્‍મોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.

તા.૩ ફેબ્રુઆરીના રોજ રાત્રે ૮.૩૦ થી ૧૧ સુધી ભાગવત કથાકાર પૂ. જીગ્નેશ દાદા (રાધે રાધે) કથાનો લાભ આપશે. આ પાવન પ્રસંગે ઉપસ્‍થિત રહેવા કથાનો દિવ્‍ય લાભ લેવા પધારવા મંદિરના કોઠારી પૂ. મુનિવત્‍સલદાસજી સ્‍વામી દ્વારા જણાવાયું છે.

(10:52 AM IST)