હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સર્વત્ર ભવ્ય સફળતા બાદ દ્વિઅંકી નાટક ‘ભુતઘર' શિવમ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા કાલે ગોંડલમાં રજૂ થશે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૩૦:સોશીયલ હોરર કોમેડી દ્વિ-અંકી નાટક ‘ભુતઘર' વિજ્ઞાનમાં જેટલું તથ્ય છે એટલું જ સત્ય અગમ નિગમ, ગોચર અગોચર, આત્મા પરમાત્મા જેવી બાબતોમાં છે. જો આત્મા છે તો પરમાત્મા પણ છે જ. શ્રદ્ધા હોવી એ સારી બાબત છે પણ એ જ્યારે અંધશ્રદ્ધા બને છે એવી પરિસ્થિતિઓમા એક સુખી સંપન્ન પરિવારના જીવનને કઈ દિશામાં લઈ જાય છે આવા રહસ્ય, હાસ્ય, હોરર, સોશિયલ મેસેજ, શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે અંત સુધી જકડી રાખતું અને હાર્ટ બીટ વધારી દેતું ઓફ બીટ અનોખું સોશીયલ હોરર કોમેડી દ્વિ-અંકી નાટક એટલે ‘ભુતઘર'.
આ રહસ્યમય હોરર કથા પટકથાને નાટય સ્વરૂપે ગુંથી હસન મલેક લિખિત અને ગૌતમ દવે દિગ્દર્શીત દ્વિ-અંકી નાટક ‘ભુતઘર' માં ગુલામ હુસેન અગવાન, પરી સોની, અમિત વાઘેલા, ય્થ્ દેવયાની જગડ, જયેશ પડિયા, દર્પણ લાઠીગરા, ગૌતમ દવેએ અભિનયના ઓજસ પાથર્યા હતા. સાથે આ નાટકમાં પ્રકાશ રચના અને સંચાલન હાર્દિક મહેતા, પાર્શ્વ સંગીત સંકલન ગુલામ હુસેન અગવાન અને સંગીત સંચાલન આર્ષ વ્યાસ, નેપથ્ય દિવ્યેશ મહેતા, હર્ષિત ચૌહાણ, મેકઅપ હિમાંશુ પાડલીયા, સેટિંગ્સ ચેતન ટાંક (ધ્યાનમ પ્રોડક્શન રાજકોટ), ગ્રાફિક્સ ડિઝાઇન ગુલશન સ્ટુડિયો રાજકોટ દ્વારા કરવામાં આવ્યું હતું.
શિવમ ફાઉન્ડેશન રાજકોટ એ છેલ્લા ૮ વર્ષોથી સામાજીક, શૈક્ષણિક, પર્યાવરણ અને સંસ્કળતિને લગતા કર્યો કરતું રાજકોટ અને ગુજરાતનું જાણીતું ટ્રસ્ટ છે. આ જ સંસ્થાએ ગોંડલ શહેરમાં જ રમેશ પારેખ લિખિત સૂરજને પડછાયો હોય, LLDC નાટય સ્પર્ધા ૨૦૨૪-૨૫નું સુંદર આયોજન કરી ગુજરાતનાં જુદાં જુદાં શહેરોના ૪ નાટકો ગોંડલની નાટય પ્રિય જનતાને આપ્યાં. જેમાં શિવમ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા નિર્મિત અને ર્પ્સ્તુત દ્વી-અંકી નાટક કોર્ટ માર્શલએ સૌના દિલ જીતી લીધા હતા અને ફાઇનલ સ્પર્ધા મુંબઈ માટે પસંદ પણ થયું હતું. હવે આવું જ સરસ હોરર, કોમેડી, પરિવાર અને મિત્રો સાથે માણી શકાય તેવું હળવું ફૂલ સામાજીક સંદેશો આપતું નાટક ‘ભુતઘર' તારીખ ૩૧ જાન્યુઆરી શનિવારના રોજ રાત્રે ૦૯:૦૦ વાગ્યે મહારાજા સર ભગવતસિંહજી ટાઉન, હોલ, ગોંડલ ખાતે શો યોજાય રહ્યો છે ત્યારે ગોંડલની નાટયપ્રિય અને સાહિત્ય પ્રેમી જનતાનું હાર્દિક સ્વાગત છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
