<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

ઉનાઃ સ્‍વબચાવ માટે ફાઇટમાં દાંતરડા અને લાકડી વડે હુમલામાં દીપડાનું મોત

શિકારની શોધમાં ઓસરીમાં આવી ગયેલ દીપડો ખેડૂત પિતા-પુત્ર ઉપર ત્રાટકયો હતો

(નવીન જોષી દ્વારા) ઉના, તા.૩૦: ગાંગડા ગામ ની સીમ માં વાડી ના મકાનની ઓસરીમાં ખાટલા ઉપર બેસેલ વળધ્‍ધ ઉપર દીપડા એ હુમલો કરતા તેને બચાવવા જતા ખેડૂત પુત્ર ઉપર હુમલો કરી ગંભીર ઈજાઓ કરતા દીપડા સામે સ્‍વબચાવ માં ખેડૂત એ દીપડા સાથે ફાઇટ કરતા દીપડા ઉપર દાતરડા અને લાકડી થી હુમલો કરતા દીપડા નું મોત થયું હતું.

 ગાંગડા ગામ ની સીમ માં વાડી માં મકાન બનાવી બાબુભાઈ નારણ ભાઈ વાજા રે. રામેશ્વર તા. ઊના ઉમર વરસ ૬૦ અને તેનો પરિવાર રહે છે.રાત્રે બાબુભાઈ મકાન ની ઓસરી માં ખાટલા ઉપર બેઠા હતા ત્‍યારે રાત્રી ના અંધારા માં એક દીપડો શિકાર ની લાલચ માં આવી ઓસરી માં બેઠેલ બાબુભાઈ ઉપર હુમલો કરી. ન્‍હોર ભરાવી પછાડી દીધેલ અને બાબુ ભાઈ રાડા રાડિ કરતા તેમનો પુત્ર શાદુલ ભાઈ બાબુભાઈ વાજા (ઉ.વ.૨૭) રૂમ માંથી બહાર નીકળી પિતાને દીપડા ના સંકજામાંથી છોડવા પ્રયત્‍ન કરતા દીપડા એ બાબુભાઈ ને છોડી શાદુલ ભાઈ ની ઉપર હુમલો કરી મોઢા માં દબોચી નાસવા લાગતા બાબુભાઈ એ દીકરા ને છોડાવવા માટે ઓસરી માં પડેલ દાતરડી અને લાકડી લઈ દીપડા પાછળ જઈ ઝપાઝપી કરી દીકરા ને છોડવી સ્‍વબચાવ માટે દાતરડી અને લાકડી વતી દીપડા ઉપર ઘા મારતા દીપડો સ્‍થળ ઉપર મળત્‍યુ પામ્‍યો હતો.

 પિતા અને પુત્ર ને ગંભીર રીતે ઇજાઓ થઈ હોય ઊના સરકારી દવાખાને સારવાર માટે ખસેડાયા હતા જ્‍યાં બાબુભાઈ ને માથા માં અને શરીર ના ભાગો પર ઊંડા ઘા હોય ૫૦ થી વધુ ટાકા આવેલ છે અને ડોક્‍ટરે તેની સ્‍થિતિ ગંભીર જણાવી છે. જ્‍યારે પુત્ર શાદુલ ભાઈ ને પણ હાથ માં ઈજાઓ થઈ હોય સારવાર આપી હતી. આ અંગે ગીર પૂર્વ વન વિભાગ ની રેન્‍જ કચેરી જશાધાર જાણ કરતા આર. એફ. ઓ. ભરવાડ અને સ્‍ટાફ સાથે ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા અને મળત દીપડા નો કબજો લઈ જશાધાર એનિમલ કેર સેન્‍ટર માં પોસ્‍ટ મોર્ટમ માટે લઈ જવાયો હતો

ઉપર દીપડા ઉપર હુમલો કરવામાં વપરાયેલ દાતરડું અને લાકડી અને હથિયાર કબજે લઈ તપાસ શરૂ કરી છે અને બાબુભાઈ નારણ ભાઈ વાજા સામે દીપડા નું મોત નિપજાવ્‍યા ની ફરિયાદ નોંધી હોવાનું જાણવા મળેલ છે. ે ઉલ્લેખનીય છે કે ઊના અને ગીર ગઢડા તાલુકાના રેવન્‍યુ વિસ્‍તારમાં છેલ્લા ઘણા મહિનાઓ થી દીપડા ની વસતી વધી છે. અને માનવ અને પશુ ઉપર હુમલાઓ વધ્‍યા છે. અને ઊના પંથકમાં પ્રથમ વાર દીપડા નું મોત સ્‍વબચાવ થયું હોવાનું જાણવા મળે છે.

(11:25 AM IST)