સુરેન્દ્રનગરમાં યુવાનની હત્યા
અગાઉના ઝઘડાના મનદુઃખમાં બનેલી ઘટનાઃ આરોપીની શોધખોળ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૩૦: સુરેન્દ્રનગરના રતનપર નજીક ૧૭ વર્ષીય ધનરાજ રમેશભાઈ કુણપરા નામના યુવકની હત્યા કરી અને હત્યારો ફરાર બની જવા પામ્યો છે.
મેક્સન સર્કલ નજીક આ ઘટના બની છે બે મિત્રો દ્વારા હત્યાનો ભોગ બનેલા યુવક ધનરાજને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યાં ઈમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યા બાદ હાજર ડોક્ટર દ્વારા તેને મળત જાહેર કરવામાં આવ્યું હતું. જોરાવનગર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરવામાં આવી હતી.
તપાસ શરૂ કરવામાં આવતા આર્યન નામના શંકાસ્પદ યુવક દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો પ્રાથમિક તબક્કામાં સામે આવ્યું હતું ત્યારે તેની શોધખોળ પણ પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અગાઉના ઝઘડા નું મન દુઃખ રાખી અને હત્યા કરાવી હોવાનો પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે બીજી તરફ પરિવાર ઉપર પણ આભ ફાટી પડવા પામ્યો છે અને હોસ્પિટલમાં પણ કલ્પાત સર્જાઇ જવા પામ્યો છે.સમાજના આગેવાનો પણ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે એકત્રિત થઈ અને ન્યાય માટેની પોલીસ સમક્ષ માં કરી છે સિવિલ હોસ્પિટલમાં બે મિત્રો દ્વારા સારવાર માટે મળતક યુવકને લાવવામાં આવ્યું હતું તેમની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે એએસપી સહિતના અધિકારીઓએ પણ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ધામા નાખ્યા છે.
ધનરાજ નામના યુવકને અગાઉ હત્યારા સાથે બોલા ચાલી થઈ હતી અને તેનું મન દુઃખ રાખી અને મેક્સન સર્કલ નજીક જાહેરમાં ધોળા દિવસે છરીના ઘા અને તેને હત્યાને ઘાટ ઉતારવામાં આવ્યો છે. છરીનો ઘા છાતીના ભાગે લગાવવામાં આવતા ક્રૂરતા પૂર્વક હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.(૬.૯)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
