પોરબંદરના ચકચારી જમીન કૌભાંડમાં આરોપીઓની આગોતરા જામીન અરજી મંજૂર
કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા ના સગા મામા તથા અન્યોના આગોતરા જામીન પોરબંદર કોર્ટ મંજુર કર્યા હતા.

પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલી ખેતીની જમીન અન્વયે કૌભાંડ થયેલ હોવાનું જણાવી અને રૂા.૧,૪૨,૫૦,૦૦૦/- અંકે રૂપિયા એકકરોડ બેતાલીસલાખ પચાસહજાર પુરા ની રકમ મળેલ ન હોવાનુ જણાવી ફરીયાદી રાંભીબેન વેજાભાઈ ભુવા દ્વારા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલી હતી. અને આ ફરીયાદની ચકચાર એટલા માટે થયેલી હતી. કે, આ ફરીયાદમાં આરોપીઓના નામમાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાના સગા મામા વજશીભાઈ ઉર્ફે વજશી મામાનું પણ આરોપી તરીકે નામ જોડેલ હતી. અને તેથી જ આ ફરીયાદને કારણે સમગ્ર પોરબંદરમાં ચર્ચાનો વિષય બનેલો હતો.
આ કામમાં આરોપીઓ તરફે પોરબંદરના એડવોકેટ ભરતભાઈ લાખાણી રોકાયેલા હોય અને ૨(બે) તહોમતદારો આયુષ વિરમ કારાવદરા અને દિલીપ હરભમભાઈ રાણાવાયા ને નીચેની કોર્ટે જ જામીન આપી દેતા અને બાકીના આરોપીઓ વજશીભાઈ ઓડેદરા ઉર્ફે વજશી મામા તથા જાણીતા બીલ્ડર કિશોર હાજાભાઈ આંત્રોલીયા તથા દેળોદરના સરપંચ રાજા જખરા મેર દ્વારા એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે એડીશનલ ડીસ્ટ્રીકટ જજ શ્રી શર્માની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલી હતી. અને તેમાં થયેલી સુનાવણી દરમ્યાન એડવોકેટ ભરતભાઈ લાખાણી એ કોર્ટમાં આગોતરા જામીનની દોઢેક કલાક દલીલ કરીને કોર્ટને કનવીજ કરાવેલ કે, હાલની ફરીયાદ રાજકીય માથાને ખોટી રીતે સંડોવી દેવા ઉધી કરેલ છે.
તાજેતરમાં જ સુપ્રિમ કોર્ટના જસસ્ટીસ શ્રી પાલડીવાલા સાહેબે પણ ચુકાદો આપીને પ્રસ્થાપીત કરેલુ હોય કે, પોલીસનું કામ પૈસા રીકવર કરવાનું નથી. તેવી ઓથોરીટી રજુ કરી દલીલ કરતા પોરબંદરના એડીશનલ ડીસ્ટ્રીકટ જજ શ્રી શર્મા સાહેબે પોલીસ પેપર્સ તથા એડવોકેટ ભરતભાઈ લાખાણી ની દલીલો ઘ્યાને રાખીને ત્રણેય આરોપીઓના આ ગુન્હાના કામે આગોતરા જામીન મંજુર કરેલ છે. અને તે રીતે ધારાસભ્ય શ્રી કાંધલભાઈ જાડેજા ના સગા મામા ઉપર ગુન્હો દાખલ થતા પોરબંદરમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગયેલી હતી પરંતુ આગોતરા જામીન મળી જતા હાલ આ ચર્ચાઓને પુર્ણ વિરામ થઈ ગયેલ છે.
આ કામમાં આરોપી વતી પોરબંદરના એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી તથા નવઘણભાઈ જશવંતભાઈ જાડેજા રોકાયેલા હતાં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
