<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

મુળી તાલુકાના દેવપરા નજીક બે કાર સામસામે અથડાતા યુવક ઇજાગ્રસ્‍ત

 

વઢવાણ : થાનગઢ મુળી રોડ ઉપર આવેલા દેવપરા ગામના પાટીયા નજીક બોલેરો પીકપ કાર અને આઈ ટેન કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો જેમાં હકુભાઈ રાવત ભાઈ વેગડ અને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને થાનગઢ સરકારી હોસ્‍પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્‍યા છે. સાયલા તાલુકાના ઢેઢુકી ગામેથી પોતાની કાર લઈને હકુભાઈ રાવત ભાઈ વેગડ થાનગઢ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન  અકસ્‍માત સર્જાતા રોડની નીચે કાર ઉતરી જવા પામી છે અને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડી અને વધુ તપાસ મુળી પોલીસને સોંપવામાં આવી છે ઇજાગ્રસ્‍ત ની હાલત ગંભીર છે.

(11:31 AM IST)