પાટડી માર્કેટિંગ યાર્ડમાં તુવેરની આવકમાં વધારો
૨૦૦ થી વધુ ટ્રેકટરઃ ૧૮૭૫ સુધી પ્રતિ મણના ભાવ બોલાયા..

વઢવાણ, તા.૩૦: પાટડી નું માર્કેટિંગ યાર્ડ હવે તુવેર ખરીદી અને વેચાણ માટેનું હબ બની ગયું છે સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકામાં સૌથી વધુ તુવેરના પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે હવે તુવેર નો પાક તૈયાર થઈ ગયો છે અને ખેડૂતો દ્વારા તેનું વેચાણ પણ માર્કેટિંગ યાર્ડમાં કરવામાં આવી રહ્યું છે પાટડી માર્કેટિંગયાર્ડમાં રોજના ૨૦૦થી વધુ ખેડૂતો પોતાના ટ્રેક્ટર સાથે તુવેર વેચાણ માટે માર્કેટિંગ યાર્ડમાં વહેલી સવારથી આવી રહ્યા છે. તુવેર નો ભાવ પ્રતિ મણ નો ૧૩૦૦ રૂપિયાથી લઈ અને ૧૮૭૫ સુધી નો ખેડૂતોને મળી રહ્યો છે જેને લઇને સારો ભાવ મળતા હોવાના કારણે ખેડૂતોમાં પણ ખુશીની લહેર દોડી ઉઠવા પામી છે માંડલ વિરમગામ પાટડી અને આજુબાજુના ગામના ખેડૂતો પોતાનો વાહન લઇ અને માર્કેટિંગ યાર્ડમાં તુવેર વેચાણ માટે આવી રહ્યા છે.
અન્ય જિલ્લાઓમાંથી પણ વેપારીઓ તુવેરની ખરીદી માટે માર્કેટિંગ યાર્ડમાં ધામા નાખી અને તુવેરની ખરીદી કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ખેડૂતો માટે માર્કેટિંગ યાર્ડમાં રહેવા જમવા ની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે તુવેરના સોદા શરૂ થતા ખેડૂતોની આવક પણ શરૂ થઈ છે ત્યારે માર્કેટિંગ યાર્ડમાં પણ તુવેર રાખવા અને સંગ્રહ કરવાની વેવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
