<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે એ.આઈ. આધારિત સ્‍માર્ટ સુક્ષ્મ સિંચાઈ પર રાષ્‍ટ્રીય લઘુ શૈક્ષણિક કાર્યક્રમનો પ્રારંભ

આર્ટિફિસિઅલ ઇન્‍ટેલિજન્‍સ અને ઈન્‍ટરનેટ ઓફ થિંગ્‍સ આધારિત સ્‍માર્ટ માઇક્રો સિંચાઈ દ્વારા પાણી અને ખાતરના ઉપયોગની કાર્યક્ષમતામાં વધારો વિષય પર દેશના ૨૬ તાલીમાર્થીઓને માર્ગદર્શન

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૩૦:   દેશમાં પાણીની અછત, હવામાન પરિવર્તન અને વધતા ખેતી ખર્ચ જેવા પડકારોને પહોંચી વળવા માટે આધુનિક ટેકનોલોજી આધારિત ઉકેલો વિકસાવવાની દિશામાં જૂનાગઢ કળષિ યુનિવર્સિટી ખાતે ભારતીય કળષિ સંશોધન પરિષદ પ્રાયોજિત રાષ્‍ટ્રીય સ્‍તરની ૨૧ દિવસીય વિન્‍ટર સ્‍કૂલ-લઘુ શૈક્ષણિક કાર્યક્રમનો પ્રારંભ થયો છે.

આ વિન્‍ટર સ્‍કૂલનો હેતુ વૈજ્ઞાનિકો, ઈજનેરો અને શિક્ષકોની ક્ષમતા તથા જ્ઞાનમાં વધારો કરવાનો છે. તાલીમ દરમિયાન નિષ્‍ણાતો દ્વારા વ્‍યાખ્‍યાનો, પ્રાયોગિક તાલીમ, સંબંધિત ફાર્મ તેમજ ઇન્‍ડસ્‍ટ્રિયલ વિઝિટનો સમાવેશ કરવામાં આવશે. સમગ્ર દેશના ૯ રાજ્‍યોમાંથી આવેલા કુલ ૨૬ તાલીમાર્થીઓને એ.આઈ. અને આઈ.ઓ.ટી. આધારિત સિંચાઈ શેડ્‍યુલિંગ, સેન્‍સર્સ, ઓટોમેશન, ડેટા એનાલિટિક્‍સ, રિમોટ સેન્‍સિંગ તથા ડિસિઝન સપોર્ટ સિસ્‍ટમ્‍સ વિષયક વિશેષ તાલીમ આપવામાં આવશે.

ઉદ્ધાટન કાર્યક્રમમાં અધ્‍યક્ષ સ્‍થાનેથી કુલપતિ ડૉ. વી. પી. ચોવટિયાએ પાણીની અછત, હવામાન પરિવર્તન, ઊર્જા ખર્ચમાં વધારો અને ટકાઉ કળષિ વિકાસ જેવા પડકારો સામે સ્‍માર્ટ અને ડિજિટલ સિંચાઈ ટેકનોલોજીની મહત્‍વપૂર્ણ ભૂમિકા ઉપર ભાર મૂકયો હતો. તેમણે જૂનાગઢ કળષિ યુનિવર્સિટી દ્વારા સુક્ષ્મ સિંચાઈ સંશોધનના આધારે રાજ્‍ય સરકાર સમક્ષ રજૂ કરાયેલ રીપોર્ટના પરિણામે સબસીડીમાં થયેલા વધારાને રેખાંકિત કરી, જેના કારણે ગુજરાતના ખેડૂતોને સીધો લાભ થયો હોવાનું જણાવ્‍યું હતું.

કેપ્‍ટન ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્‍ટર અને કાર્યક્રમના મુખ્‍ય મહેમાન રમેશભાઈ ખીચડિયાએ સુક્ષ્મ સિંચાઈને પરંપરાગત સિસ્‍ટમમાંથી આગળ વધારી સ્‍માર્ટ, સેન્‍સર અને એ.આઈ. આધારિત બનાવવાની આવશ્‍યકતા ઉપર ભાર મૂકયો હતો તથા વૈજ્ઞાનિકો, ઉદ્યોગ અને ખેડૂતો વચ્‍ચે મજબૂત સહકાર જરૂરી હોવાનું જણાવ્‍યું હતું. સંશોધન નિયામક ડૉ. એ. જી. પાંસુરિયાએ માઇક્રો સિંચાઈ ક્ષેત્રે ગુજરાતની આગવી ભૂમિકાને રેખાંકિત કરી.

આ સમારોહમાં જૂનાગઢ કળષિ યુનિવર્સિટીના વિસ્‍તરણ શિક્ષણ નિયામક ડૉ. એન. બી. જાદવ, કુલસચિવ ડૉ. વાય. એચ. ઘેલાણી તથા આઈ.ટી. ડિરેક્‍ટર ડૉ. કે. સી. પટેલ ઉપસ્‍થિત રહ્યા હતાં. કાર્યક્રમની શરૂઆતમાં આચાર્ય અને ડીન ડૉ. એચ. ડી. રાંકે વિન્‍ટર સ્‍કૂલના ઉદ્દેશ્‍યો અને રૂપરેખા રજૂ કરી, જ્‍યારે ડૉ. જી. વી. પ્રજાપતિએ શાબ્‍દિક સ્‍વાગત કર્યું હતું અને અંતમાં આભારવિધિ કોર્સ ડિરેક્‍ટર ડૉ. આર. જે. પટેલે કરી હતી. આ ૨૧ દિવસીય તાલીમ કાર્યક્રમના પરિણામે નાના અને સીમાંત ખેડૂતોના પડકારોને ધ્‍યાનમાં રાખી જરૂરિયાત આધારિત સંશોધન પ્રોજેક્‍ટો નક્કી કરવામાં મદદ મળશે. તાલીમ દરમિયાન પ્રાપ્ત જ્ઞાન અને અનુભવના આધારે ઓછા ખર્ચાળ, વ્‍યવહારુ અને વ્‍યાપકપણે અપનાવી શકાય તેવી સ્‍માર્ટ સિંચાઈ ટેકનોલોજી વિકસશે, જેના કારણે પાણી અને ખાતરના ઉપયોગની કાર્યક્ષમતામાં વધારો, ખર્ચમાં ઘટાડો તથા ખેતી ઉત્‍પાદકતામાં વધારો શકય બનશે.

(1:31 PM IST)