હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગડુના યુવક સાથે ૫.૭૭ લાખની ઓનલાઈન છેતરપિંડી આચરી
‘વર્ક ફ્રોમ હોમ' માં કમિશનની લાલચ આપી ફસાવ્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૦: માળીયાહાટીના તાલુકાના ગડુ શેરબાગમાં રહેતા ૨૫ વર્ષીય નિકુંજકુમાર વિનોદભાઈ બારીયા નામના યુવકને અજાણ્યા વોટ્સએપ નંબર પરથી ‘ગેટ ગ્રુપ' કંપનીમાં ‘વર્ક ફ્રોમ હોમ' કરી દૈનિક ૧૦૦૦ થી ૧૫૦૦ રૂપિયા કમાવાની ઓફર મળી હતી. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે શખ્સે યુવકને નાના ટાસ્ક આપી તેના બદલામાં કમિશન પેટે રકમ પરત આપી હતી.
ત્યારબાદ, વધુ બોનસ અને કમિશનની લાલચ આપી ટેલિગ્રામ આઈડી વગેરે દ્વારા અલગ-અલગ બેંક ખાતાઓમાં મોટી રકમ જમા કરાવવા દબાણ કર્યું હતું.
યુવકે ગઈ તા. ૧૯ જૂન થી ૨૨ જૂન દરમિયાન કટકે-કટકે કુલ રૂપિયા ૫,૭૭,૬૫૮ની રકમ ટ્રાન્સફર કરી હતી.જ્યારે યુવકે પોતાના પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે વધુ નાણાં ભરવાની માંગણી કરવામાં આવી હતી. છેતરપિંડીનો અહેસાસ થતા યુવકે સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
જુનાગઢ રેન્જ સાયબર પોલીસે અજાણ્યા શખ્સ સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
