હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગોંડલ- આટકોટ વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં છોટાઉદેપુરના શિક્ષક અને બે શિક્ષિકાના મોત

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૩૦ઃ ગોંડલ- આટકોટ વચ્ચે કાર નીચે ખાબકયા બાદ આગ ભભૂકી ઉઠતા સર્જાયેલ અકસ્માતમાં છોટાઉદેપુરના બે શિક્ષિકા અને ઍક શિક્ષક સહિત ત્રણના મોત થયા હોવાનું જાણવા મળ્યુ છે.
સીસીટીવી ફુટેજમાં જાવા મળ્યુ છે કે, આ કાર આટકોટથી ગોંડલ તરફ જઇ રહી હતી, જા કે, કાર અગનગોળો બની જતા તેની નંબરપ્લેટ જાવા મળી નથી જેથી મૃતકોની ઓળખ મેળવવી અઘરી બની ગઇ હતી.
પોલીસની જુદી-જુદી ટીમો દ્વારા મૃતદેહોની ઓળખ મેળવવામાં માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યુ હતું કે, મૃતકો છોટાઉદેપુરના શિક્ષકો હતા. જેઓ ગોંડલ પોતાના સંતાનને લેવા માટે આવી રહયા હતા.
છોટાઉદેપુરના શિક્ષક બારૈયા પ્રયાગકુમાર ગણપતભાઇ, ચોધરી આશાબેન અને ચોધરી નિતાબેનના મોત થયા છે. આશાબેન ચોધરીનો પુત્ર ગોંડલ સ્વામીનારાયણ ગુરૂકુળમાં ધો.૧૦માં અભ્યાસ કરે છે. જેની તબિયત સારી ન હોવાથી તેને લેવા માટે ગોંડલ આવી રહ્ના હતા ત્યારે આ દુઘર્ટના સર્જાઇ હતી.
મૃતકોને પ્રથમ જસદણ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા જયાંથી રાજકોટ ઍફઍસઍલ કરવા માટે મૃતદેહોને ખસેડાયા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
