<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

જામનગરના જોડિયામાં ‘વંદે માતરમ્ તટીય સાયક્લોથોન-2026’નો ભવ્ય સમારોહ યોજાશે : રાજ્યમંત્રી રિવાબા જાડેજા આપશે ફ્લેગ ઓફ

મોરબી જિલ્લાના સરવડથી સાયક્લોથોન ટીમનું પ્રસ્થાન થશે જામનગરના જોડિયા સ્થિત પટેલ સમાજવાડી ખાતે પહોંચશે તેને રિવાબા જાડેજા આવકારશે, અને સાયક્લોથોન પ્રતિભાગીઓનું ભવ્ય સન્માન કરાશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩૦  :  રાષ્ટ્રભક્તિ અને શારીરિક સુદ્રઢતાના સંદેશ સાથે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બલ (CISF) રાજકોટ એરપોર્ટ દ્વારા આયોજિત ‘વંદે માતરમ્ તટીય સાયક્લોથોન-2026’ ના બીજા ચરણનું આયોજન જામનગર જિલ્લાના જોડિયા ખાતે કરવામાં આવ્યું છે. તારીખ 31 જાન્યુઆરી, 2026ના રોજ જોડિયામાં યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા રવીન્દ્રસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહી સાયક્લોથોન ટીમને પ્રોત્સાહિત કરશે.

31 જાન્યુઆરીએ વહેલી સવારે 05:00 વાગ્યે મોરબી જિલ્લાના સરવડથી સાયક્લોથોન ટીમનું પ્રસ્થાન થશે, જે જામનગરના જોડિયા સ્થિત પટેલ સમાજવાડી ખાતે પહોંચશે, તેને બપોરે 12:00 કલાકે મંત્રી રિવાબા જાડેજા આવકારશે, અને સાયક્લોથોન પ્રતિભાગીઓનું ભવ્ય સન્માન કરવામાં આવશે. આ તકે સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે, તેમજ CISFની ટીમ દ્વારા સાહસિક QRT ડેમો અને યોગના નિદર્શનો યોજાશે. બપોરે 02:00 કલાકે મંત્રી દ્વારા સાયક્લોથોન ટીમને જોડિયાથી વિધિવત ફ્લેગ ઓફ આપી આગળના પ્રસ્થાન માટે રવાના કરવામાં આવશે. CISF રાજકોટ એરપોર્ટના સુરક્ષાકર્મીઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તટીય સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા અને જનભાગીદારી વધારવાનો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે CISF ના અધિકારી અમનદીપ સિરસવા અને તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

(3:34 PM IST)