<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

મોરબી મનપા દ્વારા “વન વીક વન રોડ” અંતર્ગત જુદા જુદા વિસ્તારોના ગેરકાયદે દબાણ દૂર કરાયા.

તખ્તસિંહજી રોડ તથા પરા બજાર મેઈન રોડ ખાતે એસ્ટેટ શાખાએ જાહેર માર્ગમાં અડચણ રૂપ દબાણો દૂર કર્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેર દબાણ મુક્ત રહે તે માટે મનપાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા "વન વીક વન રોડ” અંતર્ગત દર અઠવાડિયે જુદા જુદા વિસ્તારોમાં અનધિકૃત દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. જેના ભાગરૂપે મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે દબાણ દુર કરવામાં આવ્યા હતા.

      જેમાં તખ્તસિંહજી રોડ તથા પરા બજાર મેઈન રોડ ખાતે એસ્ટેટ શાખાએ જાહેર માર્ગમાં અડચણ રૂપ દબાણો દૂર કર્યા હતા. મોરબી મનપાની એસ્ટેટ શાખાએ તખ્તસિંહજી રોડ, સુભાષ રોડ અને પરા બજાર મેઇન રોડ ખાતે દુકાનની બહાર સામાન રાખી વેચાણ કરતાં લારી - ગલ્લા અને ફેરી કરતાં લોકોનો સામાન જપ્ત કર્યો હતો. “વન વીક વન રોડ” ની કામગીરી દરમિયાન આ વિસ્તારના સમગ્ર જાહેર માર્ગને ખુલ્લો કરવાની કામગીરી મોરબી મનપાની દબાણ શાખાએ કરી હતી.

(1:01 AM IST)