<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

વિશ્વકર્મા મચ્‍છુ કઠીયા લુહાર જ્ઞાતિ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિ મહોત્‍સવઃ સમુહ લગ્નોત્‍સવ

મજેવડી દેવતણખીધામ, જૂનાગઢ, ભાવનગર, ધોરાજીમાં અનેકવિધ કાર્યક્રમો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૩૧: ધોરાજી સહિત સૌરાષ્‍ટ્ર ભરમાં વિશ્વકર્મા જયંતી મહોત્‍સવ ઉજવાશે  દેવતણખી ધામ મજેવડી  ધોરાજી વિશ્વકર્મા મચ્‍છુ કઠીયા લુહાર જ્ઞાતિ સમાજ  સમસ્‍ત લુહાર યુવક મંડળ ટ્રસ્‍ટ જુનાગઢ દ્વારા સમૂહ લગ્ન ભાવનગર લુહાર જ્ઞાતિ દ્વારા ૩૭ વર્ષ સમૂહ લગ્ન સાથે સૌરાષ્‍ટ્રભરમાં વિશ્વકર્મા જયંતી મહોત્‍સવ  ભવ્‍ય રીતે ઉજવાશે

‘‘ધોરાજી વિશ્વકર્મા મચ્‍છુ કઠિયા લુહાર જ્ઞાતિ'' ધોરાજી વિશ્વકર્મા લુહાર જ્ઞાતિ  યુવક સેવા સમિતિ દ્વારા વિશ્વકર્મા જયંતીની ભવ્‍ય ઉજવણી ધોરાજીના કિંમત મલહોલ જમનાવડ રોડ ખાતે રાખવામાં આવે છે સળષ્ટિના સર્જનહાર વિશ્વકર્મા મહાપ્રભુજીની પ્રાગટય મહોત્‍સવ નિમિત્તે લુહાર સમાજનું તોહમિલન મહાપૂજા સત્‍સંગ સાથે વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલ છે  આવતીકાલે શનિવારે બપોરે ત્રણથી રાત્રિના આઠ વાગ્‍યા સુધી વિશ્વકર્મા જયંતી મહોત્‍સવ ઉજવવામાં આવશે.

‘‘દેવતણખી ધામ મજેવડી'' ધોરાજી થી ૧૫ કિલોમીટર દૂર આવેલ છે જૂનાગઢ જિલ્લાનું મજેવડી ગામ ખાતે લુહાર સમાજ ના કુલભૂષણ સંત શ્રી દેવતણખી દાદા અને લીરલબાઈ માતાજીની ચેતન સમાધિ સ્‍થાન દેવતણખી ધામ ખાતે વિશ્વકર્મા જયંતી મહોત્‍સવ  શનિવારે ભવ્‍ય રીતે ઉજવવામાં આવશે

આ પ્રસંગે આંતરરાષ્‍ટ્રીય અધ્‍યક્ષ મહામંડલેશ્વર શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજ ખાસ ઉપસ્‍થિત રહીને નવદપત્તિઓની આશીર્વાદ પાઠવશે તેમ જ દેવતણખી ધામ મજેવડીના પ્રમુખ શાંતિભાઈ ગોહિલ જૂનાગઢના ધારાસભ્‍ય સંજયભાઈ કોરડીયા શહેર ભાજપના પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્‍ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ સુરેશ્વર ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ રાજુભાઈ પિત્રોડા ગોંડલ બોખીરા ધામના ઙ્કમુખ અશોકભાઈ સિદ્ધપુરા લુહાર સમાજનાગ્રણી ચિરાગભાઈ પરમાર મહિલા સમાજ નાગરવણી રાજકોટ મેઘાબેન પીઠવા અમદાવાદ ના અશ્વિનભાઈ ચૌહાણ અશોકભાઈ પીઠવા વલ્લભ વિદ્યાનગર ધર્મેશભાઈ ચિત્રોડા અમરેલી તેમજ લુહાર સમાજના ચારે ધામના પ્રમુખશ્રીઓ પ્રગતિશ્રીઓ ઉપસ્‍થિત રહેશે તેમ જ દાતાશ્રીઓ નો સન્‍માન કરવામાં આવશે

 સોરઠીયા લુહાર જ્ઞાતિ  ધોરાજીના પ્રમુખ અલ્‍પેશભાઈ કારેલીયા અને તેમની ટીમ દ્વારા જણાવેલ કે ધોરાજીમાં તારીખ ૩૧ ને શનિવારના રોજ વિશ્વકર્મા જયંતી નિમિત્તે ધોરાજીના રેલવે સ્‍ટેશન પાસે આવેલ શ્‍યામ વાડી ખાતે સાંજે ૫:૩૦ કલાકે વિશ્વકર્મા જયંતી મહોત્‍સવ તેમજ સરસ્‍વતી સન્‍માન સમારંભ યોજાશે જેમાં વિશ્વકર્મા સમાજના પાંચ જ્ઞાતિના પ્રમુખો નો સ્‍વાગત સાથે સન્‍માન કરવામાં આવશે તેમજ ધોરણ કેજી થી ધોરણ ૧૨ સુધીના તેજસ્‍વી તારલાઓનું સન્‍માન સાથે શૈક્ષણિક કીટ આપીને મોમેન્‍ટો અર્પણ કરવામાં આવશે આ પ્રસંગે આમંત્રીત મહેમાનો અખીલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્‍ટ્રીય અગ્રણી  કિશોરભાઈ રાઠોડ રાજુભાઈ યાદવ પ્રમુખશ્રી ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજ(શ્‍યામ વાડી) ધોરાજી  ભુપતભાઈ સંચાણીયા પ્રમુખશ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ, ધોરાજી ભાવેશભાઈ કડેચા  પ્રમુખશ્રી શ્રીવિશા શ્રીમાળી સોની જ્ઞાતિ, ધોરાજી  ઉપેન્‍દ્રભાઈ દેવગાણીયા પ્રમુખશ્રી વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ, ધોરાજી રસીલાબેન પી. દાવડાઃ અગ્રણી ઉદ્યોગપતિ અજયભાઈના માતળશ્રી, અમદાવાદ વિગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે

ગોંડલ લુહાર વિધા ઉતેજક મંડળ દ્વારા લુહાર સમાજના માધ્‍યમથી સમગ્ર સૌરાષ્‍ટ્રમાં સૌપ્રથમ વખત લુહાર સમાજ દ્વારા ગોંડલની ધરતી ઉપર વિશ્વકર્મા જયંતી નિમિત્તે વિશાળ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્‍યું હતું જેના ભાગરૂપે ગોંડલ વિદ્યા ઉત્તેજક મંડળ દ્વારા વિશાળ વિશ્વકર્મા જયંતી નિમિત્તે શોભાયાત્રા નો પ્રારંભ સંસ્‍થાના પ્રમુખ શાંતિભાઈ પિત્રોડા ઉપપ્રમુખ રાજુભાઈ પિત્રોડા ટ્રસ્‍ટી મંડળ દ્વારા ભવ્‍ય આયોજન કરવામાં આવેલું છે.

 વિશ્વકર્મા જયંતી નિમિત્તે ભાવનગર જિલ્લા લુહાર જ્ઞાતિ સમસ્‍ત દ્વારા ૩૭મો ભવ્‍ય સમૂહ લગ્ન ઉત્‍સવ નો આયોજન કરવામાં આવેલું છે જેમાં વિશ્વકર્મા ધામ તળાજા રોડ ટોપ શ્રી સર્કલ સામે ભાવનગર ખાતે ભવ્‍ય આયોજન કરવામાં આવેલું છે તારીખ ૩૧ ને શનિવારે સાંજે ૦૪:૧૫ કલાકે ગણેશ સ્‍થાપના બાદ ૬ ને ૩૫ કલાકે હસ્‍તમેળાપ યોજાશે અને સાંજે ૬:૩૦ કલાકે સત્‍કાર સમારંભ યોજાશે આ પ્રસંગે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્‍યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ સંત શ્રી આત્‍માનંદ સરસ્‍વતીજી બોટાદ આશ્રમ તેમજ કેન્‍દ્રીય મંત્રી ને ગુજરાત સરકારના મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ પરસોત્તમભાઈ સોલંકી રાજ્‍ય સરકારના મંત્રીશ્રી ધારાસભ્‍ય સેજલબેન પંડ્‍યા તેમજ મેર ભરતભાઈ બારોટ શહેર ભાજપના પ્રમુખકુમારભાઈ શાહ ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા જયરાજસિંહ ગોહિલ તેમજ ગુજરાત ભર માંથી લુહાર સમાજના આગેવાનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે અને નવદપત્તિને આશીર્વાદ પાઠવશે. 

(12:11 PM IST)