News of Saturday, 31st January 2026
વડોદ પ્રાથમિક શાળામાં શાળા સલામતી સપ્તાહની ઉજવણી

આટકોટ : બાળકોને આગ સામે કેવી રીતે રક્ષણ મેળવવું તેમજ આગના પ્રકાર,એની સામે કઈ રીતે રક્ષણ મેળવી શકાય તેની માહિતી આપવામાં આવી. બાળકોને ૧૦૮ એમ્બ્યુલન્સની સેવાઓ અને તેમાં મળતી પ્રાથમિક સારવાર અને કઈ રીતે તે સુવિધાનો લાભ લઇ શકાય તે બાળકોને માહિતી આપવામાં આવી. સાથે સાથે બાળકોને NDRF અને SDRFની કામગીરીથી વાકેફ કર્યા અને ડેમો આપી બાળકોને તેની કામગીરી અને પુર અને વાવજોડા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી. બાળકોને શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ચિત્ર સ્પર્ધા કરાવવામાં આવી.જેમાં બાળકોએ જીવનમાં કઈ કઈ સલામતી રાખવી તે વિષયના ચિત્રો બનાવ્યા હતા.જેમાં ધોરણ ૬ થી ૮ ના બાળકોએ ભાગ લીધેલ આ તકે તમામ વિજેતા બાળકોને વડોદ શાળાના આચાર્ય ગિરીશ બાવળિયાએ અભિનંદન પાઠવ્યા.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
