News of Saturday, 31st January 2026
ગોંડલ : તન્ના ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં અખબારથી સર્જનાત્મકતાનો સંદેશ
ભારતીય અખબાર દિવસ નિમિત્તે અનોખું પ્રદર્શન યોજાયું

ગોંડલ, તા.૩૦: શિક્ષણ સાથે સુરક્ષા-સલામતી અને બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિને વિકસાવવાના ઉદ્દેશ્યથી ગુંદાળા રોડ પર આવેલી તન્ના ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ ખાતે ભારતીય અખબાર દિવસ નિમિત્તે “Yesterday's News Today's Muse” થીમ આધારિત એક અનોખું અને આકર્ષક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓમાં અખબારોના મહત્વ અંગે જાગળતિ લાવવાનો તેમજ અખબારના કાગળનો સર્જનાત્મક પુનઃઉપયોગ કરીને હસ્તકલા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. શાળાના ધોરણ ૭ અને ૮ના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા પ્રદર્શનમાં સેલ્ફી પોઇન્ટ, ફોટો ફ્રેમ્સ, રમતપ્રગમત સાધનોની કીટ, વોલ ક્લોક સહિતના વિવિધ મોડેલ્સ રજૂ કરી અખબારને પસ્તી નહીં પરંતુ ઉપયોગી અને આકર્ષક સ્વરૂપે રજૂ કર્યા હતા.
વિદ્યાર્થીઓએ રિ-સાયકલિંગ અને પુનઃઉપયોગ દ્વારા પર્યાવરણની સુરક્ષા સાથે પોતાની કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાનો પરિચય આપ્યો હતો. આ પ્રદર્શનને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ નિહાળી માર્ગદર્શન અને પ્રેરણા મેળવી હતી.
સંસ્થાના ચેરમેન મધુસુદનભાઈ તન્ના, ડિરેક્ટર દર્શના મેમ, પ્રિન્સીપલ ડૉ. એસ. કે. મહારાણા, વાઇસ પ્રિન્સીપલ શ્રી જસુસર સહિતના આગેવાનો દ્વારા પ્રદર્શન નિહાળી વિદ્યાર્થીઓના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા.
પ્રદર્શનને સફળ બનાવવા શાળાના કોઓર્ડિનેટર કોમલ મેમ, જલ્પા મેમ, શેહનાઝ મેમ, દેવાંગી મેમ અને ચાંદ મેમ દ્વારા સતત માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.(તસ્વીરઃ જયેશ ભોજાણી)
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
