News of Saturday, 31st January 2026
સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ ઉપર ઘટનાઃ કાર ખુલ્લી ડ્રેનેજમાં ખાબકી

વઢવાણઃ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે રીવર ફ્રન્ટ પરંતુ હવે આ ડ્રીમ પ્રોજેક્ટ અકસ્માતનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે એક તરફ લીસો રોડ બનાવવામાં આવ્યો છે ત્યાં રોજ વાહનો પલટી ખાઈ જાય છે તો બીજી તરફ રાત્રિ દરમિયાન ડિવાઇડર અને સ્ટ્રીટ લાઈટ નો અભાવ હોવાના કારણે અને રિવરફ્રન્ટ ઉપર જ ખુલ્લી ગટરો હોવાના કારણે તેમાં વાહનો ખાબકી રહ્યા છે અને વાહન ચાલકોને અકસ્માતમાં ઇજાઓ પણ પહોંચી રહી છે ત્યારે કારડ્રેનેજમાં ખાબકતા કાર ચાલકને સામાન્ય ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે હવે તાત્કાલિક ખુલ્લી ગટરો પૂરવામાં આવે અને રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવે અને નવા ડિવાઇઢડરોની પણ વ્યવસ્થા કરવામાં આવે તેવી વાહનચાલકોની માંગ ઉઠવા પામી છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
