News of Saturday, 31st January 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઘટાડો
લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડતા લોકોને ઠંડકમાં રાહત

રાજકોટ તા. ૩૧ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઘટાડો થયો છે. આજે ગિરનાર ઉપર ૧૧.૪, નલીયા ૧ર.૮, રાજકોટ ૧પ.૮, જામનગરમાં ૧પ.પ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : છેલ્લા ત્રણ દિવસથી જુનાગઢ સહિતના વિસ્તારોમાં શરૂ થયેલો ઠંડીમાં ઘટાડો આજે પણ યથાવગ રહેતા ગિરનાર પર લઘુત્તમ તાપમાન ઘટીને ૧૧.૪ ડિગ્રી થઈ ગયું હતું.
ગિરનાર પર્વત પર છેલ્લે ગુરુવારે ૧૦.૫ ડિગ્રી ઠંડી નોંધાયા બાદ આજે ફરી તાપમાનમાં ૧.૯ ડિગ્રીનો વધારો થયા બાદ સવારે લઘુતમ તાપમાન ૧૧.૪ ડીગ્રી રહેતા ઠંડી ઘટી હતી તેના પરિણામે યાત્રિકોએ વધુ રાહત અનુભવી હતી. જૂનાગઢમાં પણ સવારે લઘુતમ તાપમાન ૧.૯ ડિગ્રી વધીને ૧૬.૪ ડીગ્રી નોંધાતા ઠંડી ગાયબ થઈ ગઈ હતી પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકા રહેતા વહેલી સવારે ધુમ્મસ છવાઈ ગયું હતું. સવારથી પવનની પ્રતિ કલાકની ઝડપ ૨.૭ કિલોમીટરની રહી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧પ.પ, મહત્તમ તાપમાન ર૬.પ, ભેજનું પ્રમાણ પ૬ ટકા, પવનની ગતિ ૬.૪ કિ. મી. રહી હતી.

(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
