<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

દસાડા પાસે ત્રિપલ અકસ્‍માતઃ બેના મોત

બે કાર અને રીક્ષા વચ્‍ચે અકસ્‍માત સર્જાતા રીક્ષામાં સવાર દેત્રોજ ગામના બે લોકોના ઘટના સ્‍થળે મોત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૩૧ :..   સુરેન્‍દ્રનગર જિલ્લાના દસાડામાં આજે ત્રિપલ અકસ્‍માત સર્જાયો હતો. પાનવા ગામ પાસે ક્રેટા, રિક્ષા અને સ્‍વિફટ કાર વચ્‍ચે થયેલી ટક્કરમાં રિક્ષામાં સવાર બે વ્‍યક્‍તિના ઘટનાસ્‍થળે જ મોત નીપજ્‍યા હતા. આ અકસ્‍માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ ઘટના દસાડા તાલુકાના વડગામ અને શંખેશ્વર વચ્‍ચે પાનવા કેનાલ પાસે બની હતી. જેમાં એક ક્રેટા કાર, રિક્ષા અને સ્‍વિફટ કાર સામસામે અથડાઈ હતી,   જેથી ભયાનક દ્રશ્‍યો સર્જાયા હતા. અકસ્‍માતની જાણ થતાં જ ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ ઘટનાસ્‍થળે પહોંચી હતી. ઈજાગ્રસ્‍તોને ઙ્કાથમિક સારવાર માટે દસાડા હોસ્‍પિટલ લઈ જવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ, વધુ સારવાર માટે તેમને વિરમગામની શિવ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા.

આ ગમખ્‍વાર અકસ્‍માતના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્‍થળે ઉમટી પડ્‍યા હતા. અકસ્‍માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્‍યો પણ સર્જાયા હતા, જેને કારણે વાહનવ્‍યવહાર ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ દસાડા પોલીસનો કાફલો તાત્‍કાલિક સ્‍થળ પર પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા મળતકોના મળતદેહને પોસ્‍ટમોર્ટમ માટે દસાડા સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ અંગે દસાડા PSI વી. જે. માલવીયાએ જણાવ્‍યું હતું કે, મળતકો અમદાવાદના દેત્રોજ બાજુના હોવાનું સામે આવ્‍યું છે. ઈજાગ્રસ્‍તોમાં બે મહિલાઓ પણ છે, જેમને પ્રાથમિક સારવાર આપ્‍યા બાદ વધુ સારવાર અર્થે વિરમગામ હોસ્‍પિટલ ખાતે લઇ જવામાં આવ્‍યા છે.

મળતકનો નામ મેરાજી ગાભાજી પરમાર ઠાકોર (ઉંમર ૫૫ વર્ષ) સેંધાજી ભીખાજી પરમાર ઠાકોર (ઉંમર ૩૫ વર્ષ) બન્ને અમદાવાદના દેત્રોજના ઝેરડા ગામના રહેંવાસી છે. 

(11:57 AM IST)