<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

રાજુલાના યુવાન સાથે ત્રણ શખ્‍સોની રૂા. ૭૫,૮૦૦ ની છેતરપીંડી

એક મહિલા સહિત ત્રણ શખ્‍સોએ કયુઆર કોડ મોકલી ગુગલપે,યુપીઆઈ આઈડી દ્વારા કટકે કટકે નાણા મેળવી છેતરપીંડી કર્યાની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૩૧:.. રાજુલા પાણીની ટાંકી પાસે અંબાજી મંદિરની બાજુમાં રહેતા ગૌરવભાઈ ધીરૂભાઈ ટાંક ઉ.વ.૨૨ સાથે જાનવી નામની મહિલાએ મો. ૭૯૭૦૨૮૬૪૩૪ તથા મો. ૭૬૧૭૩૫૭૫૪૩ ઉપરથી સંપર્ક કરી ગૌરવભાઈને શેર ખરીદવાની ટીપ્‍સ આપી અને શેરમાં નફો કરાવી વિશ્વાસમાં લઈ અને બાદ શેરના રોકાણમાં નુકશાન જતા નુકશાન રીકવર કરાવવા અભિષેક શર્મા મો. ૮૪૩૫૨૩૧૯૯૨ નામના વ્‍યકિતએ ગૌરવભાઈને ક્રિપ્‍ટો કરન્‍સીમાં રોકાણ કરવાનું કહી મેતા ટ્રેડર્સ નામની એપ્‍લીકેશનમાં ક્રીપ્‍ટો કરન્‍સીનું એકાઉન્‍ટ બનાવી અને કમલેશ તવાર નામના વ્‍યકિતનો કયુઆરકોડ મોકલી તેમાં ગૌરવભાઈ પાસેથી ચીટીંગના નાણા ગુગલપે,યુપીઆઈ આઈડી દ્વારા રૂા.૩૬૦૦,રૂા. ૨૨૦૦,રૂા. ૧૬૦૦,રૂા. ૬૫૦૦ તથા એકાઉન્‍ટ નં.૦૦૮૪૦૧૧૦૦૫૪૬૩૫માં રૂા. ૨૦,૦૦૦તથા રૂા. ૧૧,૯૦૦તેમજ રૂા. ૩૦,૦૦૦ ફરિયાદી પાસેથી કટકે કટકે જુદી જુદી રકમના કુલ રૂા. ૭૫, ૮૦૦ ટ્રાન્‍ઝેકશન કરાવી નાણા મેળવી છેતરપીંડી કરી ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

રૂા.૭, ૨૮,૦૦૦ ની છેતરપીંડી કર્યાની ફરિયાદ

અમરેલીના લોહાણા વેપારી મિલનભાઈ રસીકભાઈ ગઢીયા ઉ.વ.૪૦ રહે. માણેકપરા શેરી નં.૩ ના મિત્રનો ફોન હેગ કરી કોઈ અજાણ્‍યા શખ્‍સે વોટસએપથી આરટીઓ ટ્રાફીક ચલણ ૫૦૦ (૨) એપીકે ફાઈલ વાયરલ કરી મિલનભાઈ તથા તેના મિત્રના વોટસએપ ગ્રુપમાં મોકલતા મિલનભાઈએ એપ્‍લીકેશન ડાઉનલોડ કરી ખોલી પોતાની એકટીવા ગાડીના મેમાની વિગત તથા નેટ બેંકીંગની વિગત સબમીત કરતા મિલનભાઈ તથા તેના પત્‍નિ અને દિકરા-દિકરી ચારેયના અલગ અલગ એચડીએફસી બેંક ખાતામાંથી આરોપીએ યુકો બેંકના ખાતા નં.૪૨૪૦૧૧૦૧૦૦૯૩૬ તથા યુપીઆઈથી રૂા.૭, ૨૮,૦૦૦ ઓળવી જઈ છેતરપીંડી કર્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 

(12:19 PM IST)