<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

સ્‍વામી શ્રી રામભદ્રાચાર્યજી મહારાજના વ્‍યાસાસને કાલથી ગોંડલના મોવિયામા રામકથા

શ્રી તુલસીપીઠાધીશ્‍વર પદ્મવિભુષણ જગદગુરૂ રામાનંદાચાર્ય : વાસાવડ રોડ ઉપર સર્વોદય સ્‍કૂલ પાસે પટેલ સમાજ ખાતે સમસ્‍ત મોવિયા ગામ તથા કાલરીયા પરિવાર દ્વારા આયોજન : વિવિધ પ્રસંગો ધામધુમથી ઉજવાશે : રાત્રે સાંસ્‍કૃતિક કાર્યક્રમ

રાજકોટ, તા.૩૧: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવિયા ગામના વાસાવડ રોડ ઉપર સર્વોદય સ્‍કૂલ પાસે પટેલ સમાજ ખાતે સમસ્‍ત મોવિયા ગામ તથા કાલરીયા પરિવાર દ્વારા કાલે રવિવારથી શ્રી તુલસીપીઠાધીશ્વર પદ્મવિભૂષણ જગદગુરૂ રામાનંદાચાર્ય સ્‍વામી શ્રી રામભદ્રાચાર્યજી મહારાજના વ્‍યાસાસને શ્રી રામકથાનું ભવ્‍ય આયોજન કરાયું છે.

રાજરાજેશ્વરી કુળદેવી શ્રી ઉમિયા માતાજી તેમજ પરમ કળપાળુ ઈષ્ટદેવની અસીમ કળપાથી અને પૂર્વજોના આશિર્વાદથી મોવિયા મુકામે આવેલા પટેલ સમાજ ખાતે શ્રી રામ કથાનું આ ભગીરથ કાર્ય સંવત ૨૦૮૨ના મહા સુદ પુનમને રવિવાર તા.૧-૨-૨૦૨૬ થી મહા વદ ૮ ને સોમવાર તા. ૯-૨-૨૦૨૬ સુધીના પાવન દિવસોમાં કરવામાં આવેલ છે.

વ્‍યાસપીઠ પર બિરાજમાન થઈને શ્રી તુલસીપીઠાધીશ્વર પદ્મવિભૂષણ જગદગુરૂ રામાનંદાચાર્ય સ્‍વામી શ્રી રામભદ્રાચાર્યજી મહારાજ તેમની રસમય વાણીથી રામકથાનું દરરોજ બપોરે ૩:૩૦ થી સાંજે ૭ વાગ્‍યા સુધી રસપાન કરાવશે. આચાર્ય શ્રી રામચંદ્રદાસજી મહારાજ ઉતરાધીકારી શ્રી તુલસીપીઠ ચિત્રકૂટ ઉપસ્‍થિત રહેશે. રામકથા દરમિયાન શ્રોતાજનો માટે દરરોજ સાંજે ૭:૩૦ થી ૮:૩૦ સુધી ભોજન પ્રસાદની વ્‍યવસ્‍થા રાખેલ છે.

શ્રી રામકથા ઉત્‍સવ

તા.૧-૨-૨૦૨૬ને રવિવારે બપોરે ૧  કલાકે પોથીયાત્રા

શ્રી હરદત્તપરી બાપુના મંદિરેથી કથા સ્‍થળ સુધી, તા.૧-૨-૨૦૨૬ને રવિવારે શ્રી રામચરિત માનસ મહાતમ્‍ય,

તા.૨-૨-૨૦૨૬ને સોમવારે શિવ વિવાહ વણૅન, તા.૩-૨-૨૦૨૬ને મંગળવારે શ્રી રામ પ્રાગટય મહોત્‍સવ, તા.૪-૨-૨૦૨૬ને બુધવારે શ્રી રામ બાલલીલા અને અહલ્‍યા ઉધ્‍ધાર,તા.૫-૨-૨૦૨૬ને ગુરૂવારે સીતારામ વિવાહ, તા.૬-૨-૨૦૨૬ને શુક્રવારે વનગમન, કેવટ પ્રેમ અને ચિત્રકૂટ લીલા, તા.૭-૨-૨૦૨૬ ને શનિવારે ભરત ચરિત્ર (ભરત મિલાપ), તા.૮-૨-૨૦૨૬ને રવિવારે શબરી પ્રેમ અને સુંદરકાંડ તથા તા.૯-૨-૨૦૨૬ને સોમવારે રાવણ વધ અને શ્રી રામ રાજ્‍યાભિષેક પ્રસંગ ઉજવાશે.

રાત્રી ઉત્‍સવ

શ્રી રામકથા દરમ્‍યાન રાત્રે ૯-૦૦ કલાકે સાંસ્‍કળતિક કાર્યક્રમો યોજાશે.જેમા તા.૨-૨-૨૦૨૬ને સોમવારે શ્રીનાથજીની ઝાંખી નિધી ધોળકિયા,અમી ગોસાઈ - તેજસ શિશાંગીયા દ્વારા શ્રીજી પૂર્ણીમાંની અદ્વેત રજુઆત કરવામાં આવશે.

તા.૪-૨-૨૦૨૬ને બુધવારે શિવ સાધના અમિત ધોરડા પ્રસ્‍તુત શિવજી ફોક મ્‍યુઝિક કોન્‍સર્ટ રજૂ કરવામાં આવશે. તા.૬-૨-૨૦૨૬ને શુક્રવારે શ્રી રામ જીવન દર્શન જીજ્ઞેશ ગોસ્‍વામી પ્રસ્‍તુત - આશુતોષ મ્‍યુઝિકના સથવારે ૪૨ કલાકારો દ્વારા ગીત-સંગીત-અભીનય રજૂ કરવામાં આવશે.

તા.૮-૨-૨૦૨૬ને રવિવારે ‘રંગ' કાર્યક્રમ જયદેવ ગોસાઇ દ્વારા પ્રસ્‍તુત સંગીતના સથવારે પ્રાચીન-અર્વાચિન ભક્‍તિ ગીત - ભજન રજુ કરવામાં આવશે

આમંત્રીત મહેમાનો

ડો.મનસુખભાઈ માંડવીયા(કેન્‍દ્રીય મંત્રી), પરસોત્તમભાઈ રૂપાલા(સાંસદ,રાજકોટ),જીતુભાઈ વાઘાણી(કેબીનેટ મંત્રી, ગુજરાત સરકાર),રમેશભાઈ ધડુક(ઉપપ્રમુખ, પ્રદેશ ભાજપ), ગીતાબા જયરાજસિંહ જાડેજા(ધારાસભ્‍ય, ગોંડલ), ભીખુભાઈ દલસાણીયા(ભાજપા સંગઠન, બિહાર રાજ્‍ય),ડો. રાકેશ મિશ્રા( પ્રેસિડેન્‍ટ ઓફ ઇન્‍ડિયન એમેચ્‍યોર બોકસીંગ ફેડરેશન, દિલ્લી), વિનોદભાઈ મિશ્રા(શાસક પક્ષ નેતા, બળહૃદ મુંબઈ મહાનગર પાલીકા) સહિતના ઉપસ્‍થિત રહેશે.

આ પાવનકારી કથા મહોત્‍સવમાં દરેક ભક્‍તજનોને સહ પરિવાર સહિત કથા શ્રવણ, દર્શન, આરતી તેમજ મહાપ્રસાદનો લાભ લેવા પધારવા પ્રેરણાષાોત સ્‍વ. વિનોદભાઈ ભીમજીભાઈ કાલરીયા,પ્રેરણાષાોત ગં.સ્‍વ. વનીતાબેન વિનોદભાઈ કાલરીયા પરિવારના નિમંત્રક મનિષભાઈ વિનોદભાઈ કાલરીયા, અ.સૌ. માધુરીબેન મનિષભાઈ કાલરીયા, તરુણભાઈ વિનોદભાઈ કાલરીયા અ.સૌ. મનિષાબેન તરૂણભાઈ કાલરીયા, જયેન્‍દ્રભાઈ ડાયાલાલ ત્રાંબડીયા, અ.સૌ. ભાવનાબેન જયેન્‍દ્રભાઈ ત્રાંબડીયા સમસ્‍ત કાલરીયા પરિવાર અને સમસ્‍ત મોવિયા ગામ પરિવાર દ્વારા પટેલ સમાજપ્રસર્વોદય સ્‍કૂલ પાસે, વાસાવડ રોડ, મોવિયા, તા. ગોંડલ, જી. રાજકોટ ખાતે ઉપસ્‍થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

લાઇવ પ્રસારણ  સંસ્‍કાર ટી.વી. ચેનલમાં કરવામાં આવશે.

સંપર્ક સુત્ર

ચિરાગભાઈ એમ. દુદાણી (મો.૯૮૭૯૫ ૮૧૫૨૬), (મો.૯૬૩૮૮ ૮૬૬૮૨). (મો.૯૪૨૯૪ ૩૧૮૩૧), (મો.૯૬૩૮૪ ૯૬૬૯૨).

(12:21 PM IST)