<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

દાગીના છોડાવી ફાઇનાન્‍સ કંપનીના કર્મચારીને ફોર વ્‍હીલમાં બેસાડી નજર ચૂકવી સ્‍નેચિંગ કરતી ટોળકીને પકડી પાડતી રાજુલા પોલીસ

બેંકમાં ગીરવે મુકેલ દાગીના છોડાવી આપવાના બહાને ફાઇનાન્‍સ કંપનીના કર્મચારીને વિશ્વાસમાં લઇ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૩૦: ગઇ તા.૨૮ બપોરના રાજુલા કેપ્રી બેંકમાં ૪ આરોપીઓએ પુર્વ આયોજીત કાવતરૂ રચી, આરોપી નં-ર નાએ કેપ્રી બેંક રાજુલા શાખામાં સોનાના દાગીના ગીરવી રાખેલ હોય જે છોડાવવા માટે આરોપી નં-૧ નાએ ફરીયાદીની કંપનીમાં ઇન્‍કવાયરી કરી અને  ઘરેણા કેપ્રી બેંકમાં ગીરવી મુકેલ હોય તે છોડાવવાની ફરીયાદી સાથે વાત કરી, ફરીયાદીની કંપની દ્વારા RTGS થી રૂ.૪,૧૨૦૧૨/- કેપ્રી બેંકમાં જમા કરાવી ઘરેણા આરોપી નં-૨ નાએ મેળવી ફરીયાદીને આપી દઇ બાદ ફરીયાદી તથા સાહેદને થોડે દુર ઉતારી દેશે તેમ કહી ચારેય આરોપીઓએ બેસેલ ફોરવ્‍હિલમાં ફરીયાદી તથા સાહેદોને બેસાડી ફરીયાદીની નજર ચુકવી અને છળકપટથી ફરીયાદીના પેન્‍ટના ખિસ્‍સામાંથી  આરોપી નં-૧ નાએ  ઘરેણાની કોથળી કાઢી લઇ ગુનો કરેલ.

 જે અનુસંધાને સાવરકુંડલા ડીવીઝનના ઇન્‍ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક  નયના ગોરડીયા  માર્ગદર્શન હેઠળ રાજુલા પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ  વી.એમ.કોલાદરાની સુચના અને માર્ગદર્શન હેઠળ ચારેય આરોપીઓને રાજુલા ભેરાઇ રોડ ઉપરથી ટેકનીકલ તથા હ્યુમન સોર્સ આધારે ચોરીમાં ગયેલ મુદામાલ તથા ગુન્‍હામાં ઉપયોગમાં લીધેલ ફોરવ્‍હિલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રીકવર કરેલ મુદામાલ-

(૧) સોનાનું સીલ્‍વર કલરની ડીઝાઇન વાળુ બ્રેસલેટ નંગ-૧ (૨) કાનમાં પહેરવાની સોનાની કાનની બુટી નંગ-૨ (૩) સોનાનો પાંદડી નંગ -૨ (૪) સોનાનું પેન્‍ડલ નંગ-૧ (૫) સોનાની વીટી નંગ-૨ કુલ રૂ.૪,૧૨,૦૦૦/- (૬) વાદળી કલરની મારૂતિ કંપનીની સ્‍વીફટ ગાડી R.T.O રજિ નંબર GJ-36-AC-૨૩૩૫ કિ.રૂ.૩,૦૦,૦૦૦/કુલ મુદામાલની કિ.રૂ.૭,૧૨,૦૦૦/-(સાત લાખ બાર હજાર પુરાનો છે. જેમાં (૧) રવિરાજભાઇ મધુભાઈ મરમલ  ધંધો,ખેતી રહે.જુની બારપટોળી  (૨) લાલજીભાઇ બીજલભાઈ લાખણોત્રા-ધંધો,ખેતી રહે.જુની બારપટોળી (૩) હુસૈનભાઇ ઉર્ફે ટીકો રહીમભાઈ નાગરીયા ધંધો,ડ્રાઇવીંગ રહે.જુની બારપટોળી તા,રાજુલા-જિ.અમરેલી- ( ૪) કલદીપભાઇ મનુભાઇ સાંડસુર ધંધો, ખેતી રહે.લોઠપુર તા.જાફરાબાદ પકડાયા છે.

આરોપી રવિરાજભાઇ મધુભાઈ મરમલ છ માસથી (ઓગસ્‍ટ-૨૦૨૫) થી સુરત શહેરના કાપોદ્રા પો.સ્‍ટે.ના મુજબના કામે નાસતો ફરતો. ઉપરોકત આરોપીઓ ગોલ્‍ડ લોન માટે બેંકમાં ગીરવે મુકેલ સોનાના દાગીના છોડાવવા માટે, દાગીના છોડાવી આપતી ફાઇનાન્‍સ કંપનીનો સંપર્ક કરી, ફાઇનાન્‍સ કંપનીના કર્મચારીને વિશ્વાસમાં લઇ, ફાઇનાન્‍સ કંપની પાસે પૈસા જમા કરાવી સોનાના દાગીના છોડાવી, ફાઇનાન્‍સ કંપનીના કર્મચારીને ફોર વ્‍હીલમાં બેસાડી નજર ચુકવી સોનાના દાગીનાની ચોરી કરતા હોવાની મોડસ ઓપરેન્‍ડી ધરાવે છે.

આ કામગીરી રાજુલા પો.સ્‍ટેના પો.ઇન્‍સ વી.એમ.કોલાદરાના માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્‍ટેશનના એ.એસ.આઇ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા સર્વેલન્‍સ સ્‍કોડના એ.એસ.આઇ. મધુભાઇ નથુભાઇ પોપટ હેડ.કોન્‍સ.હરપાલસિંહ વિક્રમસિંહ ગોહીલ હેઙ.કોન્‍સ મનુભાઇ રામભાઇ માંગાણી, હેઙ.કોન્‍સ.સુરેશભાઇ ઠાકરશીભાઇ મેર તથા હેઙ.કોન્‍સ પ્રકાશભાઇ શામજીભાઇ બાબરીયા તથા હેઙ.કોન્‍સ સુરજભાઇ સોમાતભાઇ બાંભણીયા તથા પો.કોન્‍સ અમીતભાઇ તુળસીભાઇ મકવાણા તથા પો.કોન્‍સ ભોળાભાઇ ભાભલુભાઇ ભુંકણ દ્વારા કરવામાં આવેલ છે

(12:28 PM IST)