News of Saturday, 31st January 2026
પૂ.સુભદ્રાબાઇ મ.સ.કાળધર્મ પામ્યાઃકાલે ગુણાનુવાદ
ઘાટકોપરમાં કચ્છ મોટી પક્ષના

રાજકોટઃ શ્રી ઘાટકોપર સ્થાનકવાસી જૈન મોટા સંઘ હિંગવાલા લેન ખાતે બિરાજીત કચ્છ મોટી પક્ષના આચાર્ય પૂ. પૂનમચંદજી મ.સા.ના પરિવારના નીડરવકતા પૂ. સુભદ્રાબાઇ મહાસતીજી ૮૫ વર્ષની વયે ૬૪ વર્ષના દીક્ષા પર્યાય સહિત તા.૩૧ ના રાત્રે ૨-૧૫ કલાકે સમાધિભાવે કાળધર્મ પામ્યા છે. પૂ. સુયશાબાઇ મ.સા. પૂ. સુચિતાબાઇ મ.સ. આદિઠાણા વેયાવચ્યમાં સેવારત હતા.
પાલખીયાત્રા આજે શનિવારે સવારે ૧૧કલાકે જય જય નંદા, જયજય ભદ્રાના જયનાદે નીકળી હતી.
કાલે તા.૧ફેબ્રુઆરીને રવિવારે સવારે ૯:૩૦થી ૧૧ કલાકે હિંગવાલા ઉપાશ્રયે ગુણાનુવાદસભા રાખેલ છે. દેવલાલીમાં પૂ. શ્રી ધીરગુરૂદેવની નિશ્રામાં ગુણાંજલિ અર્પણ કરવામાં આવેલ
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
