<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

જામનગર શહેરની કોર્ટ પરિસરમાં બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા સઘન ચેકિંગ : જુઓ વિડિયો

શંકાસ્પદ બેગ, ડસ્ટબિન અને બિનવારસી વસ્તુઓને અત્યાધુનિક સાધનોની મદદથી બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેક કરાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩૧ : જામનગર શહેરની કોર્ટ પરિસરમાં બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાતા ભારે દોડધામ મચી છે.

 કોર્ટ બિલ્ડિંગના ગ્રાઉન્ડ, પાર્કિંગમાં રહેલા વાહનોની બારીકાઈથી તપાસ કરવામાં આવી છે.

શંકાસ્પદ બેગ, ડસ્ટબિન અને બિનવારસી વસ્તુઓને અત્યાધુનિક સાધનોની મદદથી બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેક કરાયા છે.

 સુરક્ષાના કારણોસર પોલીસ તંત્ર દ્વારા આ આકસ્મિક સર્ચ ઓપરેશન હાથ ધરાયું હોવાનું અનુમાન છે.

(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:10 PM IST)