<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

ગોંડલ નજીક અકસ્માતમા મૃતક શિક્ષકોને પૂ. મોરારીબાપુની શ્રધ્ધાંજલી : પરિવારજનો સહાય

ઉધમપુર નજીક બસ અકસ્માતમાં એક જવાન શહીદ અન્ય ત્રણ મુસાફરોના મોત તથા બગસરા નજીક અકસ્માતમાં બે લોકોના મોત થતા તેમના પરિવારજનોને સહાયતા રાશિ અર્પણ કરીને પૂ. મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી

રાજકોટ તા.૩૧

 છોટાઉદેપુર જિલ્લામાં રહેતાં શિક્ષિકા આશાબહેન ચૌધરી અને તેમના સાથી અન્ય બે શિક્ષકોનાં ગોંડલ નજીક અકસ્માતમાં મોત નિપજયા છે. 

      મળતી માહિતી મુજબ છોટાઉદેપુરના શિશિક્ષિકા આશાબહેન નો પુત્ર ગોંડલ પાસે અભ્યાસ કરતો હતો અને તે બિમાર પડતાં તેને તેડવા અન્ય શિશિક્ષકોને સાથે લઈ કાર દ્વારા ગોંડલ આવી રહ્યાં હતા તે દરમિયાન વહેલી સવારે તેમની કાર પુલ પરથી નીચે પડતાં ત્રણેય વ્યક્તિ ના કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે ટ્રસ્ટ દ્વારા તેઓનાં બેક એકાઉન્ટમાં પહોચતી કરાશે. 

            અકસ્માતની અન્ય ધટનામાં ઉધમપુર નજીક બસ અકસ્માતમાં એક જવાન શહીદ થયા હતા અને અન્ય ત્રણ મુસાફરોના મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પણ સહાયતા રાશિ અર્પણ કરી છે. બગસરા નજીક બે મોપેડ સામ સામે ભટકાતા થયેલ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે તેમને પણ રુપિયા ૩૦,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.તેમ જયદેવભાઈ માંકડ

 (તલગાજરડા)ની યાદીમાં જણાવાયું છે.

(4:25 PM IST)