<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

મોરબીના લોહાણાપરામાં ઉભરાતી ગટરને લઈ રહીશો ભારે પરેશાન.

કમિશનરને લેખિત તથા મૌખિક ફરિયાદ બાદ પણ ગટરની સફાઈ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના જેલ રોડ પર જેકે હોટલની પાછળ આવેલા લોહાણાપરા શેરી નંબર-1માં છેલ્લા ઘણા દિવસોથી ઉભરાતી ગટરના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. રહીશોના જણાવ્યા પ્રમાણે આ અંગે મોરબી મહાનગર પાલિકાના કમિશનરને લેખિત તથા મૌખિક ફરિયાદ કરવામાં આવી હતી. જો કે ફરિયાદ બાદ પણ ગટરની સફાઈ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. શેરીમાં ઘર પાસે જ ગટર ઉભરાવાના કારણે લોકોને દુર્ગંધ અને ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તામાં ગટરના પાણી ભરાય રહેતા હોય લોકોને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ ગટર ઉભરાવાની સમસ્યા દુર કરવામાં આવે તેવી રહીશો માગણી કરી રહ્યા છે.

(12:13 AM IST)