તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
લોહીના સંબંધો લજવાયા! જૂનાગઢમાં કળિયુગી પુત્રનો ક્રૂર કાંડ: માતાના ટુકડા કરી ખેતરમાં દાટી દીધા, 6 મહિને હચમચાવતું સત્ય બહાર આવ્યું!
ક્રૂરતાની તમામ હદો પાર! જે માતાએ જન્મ આપ્યો, એ જ માતાની સંપત્તિ ભૂખ્યા પુત્રએ નિર્મમ હત્યા કરી લાશના ટુકડા કરી નાખ્યા - વાંચો પાપના પર્દાફાશની પૂરી વિગત

જૂનાગઢ: કહેવાય છે કે 'પાપ ગમે તેટલું ઊંડું દાટ્યું હોય, એક દિવસ તો બહાર આવે જ છે.' જૂનાગઢના કેશોદ તાલુકાના ખામીદણા ગામમાં આ કહેવત સાચી સાબિત થઈ છે. છેલ્લા 6 મહિનાથી ગુમ થયેલા એક વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો છે, જેની વિગતો સાંભળીને પથ્થર દિલના માણસો પણ ધ્રૂજી ઉઠશે.
શું છે સમગ્ર મામલો?
કેશોદના ખામીદણા ગામે રહેતા કંચનબેન વ્યાસ નામના વૃદ્ધા છેલ્લા છ મહિનાથી રહસ્યમય રીતે ગુમ હતા. તેમના પુત્ર મહેશ વ્યાસે જ પોતાની માતા ગુમ થઈ હોવાની નાટકબાજી કરી હતી. જોકે, પોલીસને શંકા જતા જ્યારે ઊંડી તપાસ કરવામાં આવી, ત્યારે આ ગંભીર અને ક્રૂર હત્યાનો પર્દાફાશ થયો હતો.
સંપત્તિની લાલચમાં બની હત્યા:
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી પુત્ર મહેશ વ્યાસને તેની માતાના નામે રહેલી જમીન અને મિલકત પચાવી પાડવી હતી. માતા મિલકત આપવા તૈયાર ન હોવાથી પુત્રએ કાવતરું ઘડી તેમની કરપીણ હત્યા કરી નાખી.
હત્યા બાદ લાશના ટુકડા કર્યા?
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, હત્યા કર્યા બાદ લાશનો નિકાલ કરવા માટે પાપી પુત્રએ માતાના શરીરના ટુકડા કર્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. તેણે લાશને પોતાના જ ખેતરમાં દાટી દીધી હતી. પોલીસે ખેતરમાં ખોદકામ કરતા વૃદ્ધાના માનવ અવશેષો (હાડકાં) મળી આવ્યા છે, જેને એફએસએલ (FSL) પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
6 મહિને પાપ પોકાર્યું:
મહેશ વ્યાસ સતત પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો હતો, પરંતુ પોલીસની કડક પૂછપરછ સામે તે ભાંગી પડ્યો અને પોતાનો ગુનો કબૂલી લીધો. હાલ પોલીસે નરાધમ પુત્ર મહેશ વ્યાસની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાએ સમગ્ર જૂનાગઢ પંથકમાં ચકચાર મચાવી દીધી છે અને સંબંધો પરથી વિશ્વાસ ઉઠાવી દીધો છે. જે ખેતરમાં માં-દીકરો સાથે કામ કરતા હતા, એ જ ખેતર માતાની કબર બની ગયું!









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
