<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

અકાળ અવસાનના દુઃખ વચ્ચે પણ પરિવારે રાહુલની બે આંખો અને ચામડીનું દાન કરીને અનેક અજાણ્યા લોકોના જીવનમાં પ્રકાશ અને આશા પ્રસરાવી

જીવનની સૌથી કઠોર ક્ષણોમાં પણ જો કોઈ માનવતાનો દીવો પ્રગટાવે, તો તે ક્ષણ અમર બની જાય છે. ગાંધીધામના પટેલ પરિવારે એવું જ એક અદ્ભુત ઉદાહરણ બેસાડ્યું છે.

ગાંધીધામના પટેલ પરિવારે એક અદ્ભુત ઉદાહરણ બેસાડ્યું છે. 30 વર્ષીય પુત્ર રાહુલ મનુભાઈ પટેલના અકાળ અવસાનના દુઃખ વચ્ચે પણ પરિવારે રાહુલની બે આંખો અને ચામડીનું દાન કરીને અનેક અજાણ્યા લોકોના જીવનમાં પ્રકાશ અને આશા પ્રસરાવી છે.

આ કરુણ ઘટનાની શરૂઆત 18 જાન્યુઆરીએ થઈ, જ્યારે રાહુલને એક રોડ અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ગાંધીધામમાં એક અઠવાડિયા સુધી સઘન સારવાર ચાલી, પરંતુ સ્થિતિમાં કોઈ સુધારો ન આવ્યો. આ સમયે રાહુલના મામા ડૉ. વિનોદ પટેલ (અસારવા) અને તેમના પુત્ર ડૉ. ઝીલ પટેલએ પરિવારને અંગદાન અને પેશીદાનના મહત્વ વિશે સમજાવ્યું.

શોકમગ્ન પરિવારે ખૂબ હિંમતથી આ નિર્ણય લીધો અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીનો સંપર્ક કર્યો. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટની મદદથી રાહુલને ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો. ત્યાંના તબીબોએ ચાર દિવસ સુધી બચાવવાના તમામ પ્રયાસો કર્યા, પરંતુ રાહુલને બ્રેઈન ડેડ જાહેર કરી શકાયો નહીં અને અંતે તેમનું અવસાન થયું.

તકનીકી કારણોસર મુખ્ય અંગો (કિડની, લિવર, હૃદય)નું દાન શક્ય ન બન્યું, પરંતુ પરિવારે હાર ન માની. તેમણે રાહુલની બે આંખો (કોર્નિયા) અને ચામડીનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. આ દાનથી:એક કે વધુ અંધ વ્યક્તિઓને દુનિયા જોવાની નવી નજર મળશે
બર્ન (દાઝેલા) દર્દીઓને ત્વચા પ્રત્યારોપણ દ્વારા નવું જીવન મળશે

આ ઘટના બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માનવતાનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલના રેકોર્ડ મુજબ અત્યાર સુધીમાં કુલ 966 અંગો અને પેશીઓનું દાન થયું છે, જેણે અનેક પરિવારોને આશાનું કિરણ આપ્યું છે.ડૉ. રાકેશ જોષીએ આ પ્રેરણાદાયી નિર્ણયને બિરદાવતાં જણાવ્યું કે, “આવા પરિવારો જ સમાજમાં અંગદાનની ભાવના વિસ્તારે છે. રાહુલના માતા-પિતા અને સમગ્ર પટેલ પરિવારે દુઃખની આ ક્ષણમાં પણ માનવતાનો શ્રેષ્ઠ દાખલો બેસાડ્યો છે.”

(6:46 PM IST)