News of Sunday, 1st February 2026
જામનગરના બ્રાસઉદ્યોગ પર કોઈ નવુ કરણ ભારણ ન આવવાથી એકંદરે બજેટ રાહતરૂપ
વિપરીત પરિસ્થિીતીમાંથી દેશની અર્થવ્યવસ્થાને સુપેરે બહાર કાઢી આગળ વધારવા માટે નિષ્ઠાપુર્વકના પ્રયત્નો :કેન્દ્રીય અંદાજપત્ર અંગે જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનનો પ્રતિભાવ

જામનગર :કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનજીએ વર્ષ ૨૦૨૬/૨૭ નું કેન્દ્રીય અંદાજપત્ર રજુ કર્યું જેનો જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન દ્વારા પ્રતિભાવમાં જણાવાયું છી કે સંસ્થાના પ્રતિનિધિઓએ પ્રાથમિક અભ્યાસ કરતાં એવું જણાય છે કે છેલ્લા ઘણા સમયની વિપરીત પરિસ્થિીતીમાંથી દેશની અર્થવ્યવસ્થાને સુપેરે બહાર કાઢી આગળ વધારવા માટે નિષ્ઠાપુર્વકના પ્રયત્નો કરેલ છે તેવું કહી શકાય.
(૧) નાણામંત્રીએ તેમના વકતવ્ય દરમ્યાન નવા સ્થપાવા જઈ રહેલા ઓદ્યૌગિક એકમો માટે દરેક સરકારી મંજુરીઓ એકજ પ્લેટફોર્મ પરથી મળી રહે તે માટે સિંગલ વિન્ડો કલીયરન્સ સીસ્ટમ બાબતે જાહેરાત કરી છે તે આવકાર્ય બાબત છે.
(૨) હાલમાં નાના તથા સામાન્ય રોકાણકારો પુરતા અભ્યાસ વગર શેર બજારમાં ફયુચર-ઓપશનમાં ડીલ કરતાં હોય તેને નાણાંકીય ખોટ ન ખાવી પડે તે માટે તથા આવા વ્યવહારો પર અંકુશ લાવવા માટે માનવીય અભિગમ અપનાવી સીક્યોરીટી ટ્રાન્ઝેકશન ટેકસમાં વધારો કરવાની જાહેરાત કરી છે.
(૩) ઈન્સ્યુરન્સના કલેઈમ પર મળનાર આવકને પણ ટેકસ ફ્રી જાહેર કરવાની જાહેરાત કરી છે.
(૪) નાણામંત્રીએ તેમની અંદાજપત્રની સ્પીચ દરમ્યાન આવકવેરો છુપાવવા પર કોઈ સજા નહી પરંતુ કર ભરપાઈ કરવાની જાહેરાત કરી તથા અપીલમાં જવાની ફી અગાઉ ૨૦% હતી તેમાં ઘટાડો કરી ૧૦% કરવાની અને ખાસ કરીને વ્યાપાર/ઉદ્યાગ પર કોઈ નવા પ્રત્યક્ષ કે પરોક્ષ કરવેરા નહી નાખી બેલેન્સ કરવાનો પ્રયત્ન કરાયો છે તે આવકાર્ય બાબત છે.
(૫) દેશમાં પ્રદુષણ નિયંત્રણ માટે ઈ વાહન નિમાર્ણ પર પ્રાત્સાહન, અઘ્યાત્મક પર્યટનને પ્રોત્સાહન, સૈાર ઉર્જાને પ્રોત્સાહન મેડીકલ ટુરીઝમ માટે સરળતા તથા કેંસર તથા સુગરની જીવન રક્ષક દવાઓ પર ડયુટી ઘટાડવાની જાહેરાત કરી છે જે આવકાર્ય બાબત છે.
(૬) નાણામંત્રીએ તેમની બજેટ સ્પીચ દરમ્યાન આત્મનિભર ભારતની વિકાસ યાત્રાને વેગ આપવા, આર્થિક વિકાસની ગતીને તેજ કરવા માટે ખાસ કરીને મેન્યુફેકચીરંગ, પરંપરાગત ઉદ્યોગોને પુર્નજીવીત કરરવા, ચેમ્પીયન MSME નું નિમાણ કરવા, ઈન્ફ્રાસ્ટ્રકચરને મજબુત કરવા, તથા પબ્લીક ઈન્વેસ્ટમેન્ટ પર જોર રાખવાની તથા ખાસ કરીને નિકાશ પર ભાર મુકવાની પણ વાત કરી છે જે આવકાર્ય છે.
(৩) જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન દવારા માનનીય નાણામંત્રી સમક્ષ સ્ટ્રેપના વેચાણ પર વસુલાતા ૧% ટીસીએસને નાબુદ કરવાની રજુઆત કરવામાં આવી હતી પરંતુ બજેટ સ્પીચ દરમ્યાન નાણામંત્રીએ સ્ટ્રેપના વેચાણ પર ટીસીએસનો દર ૧% હતો તે વધારીને ૨% કરવાની જાહેરાત કરેલ છે. આ ટીસીએસ વધારાથી મેન્યુફેકચરીંગ એકમો પર કોઈ અસર થશે નહી પરંતુ વેપારીથી વેપારીને વેચાણ કરતાં ટ્રેડસોને અસર થશે અને તેઓની મોટી કાર્યકારી મુડી સરકારમાં લાંબા સમય સુધી રોકાઈ જશે.
નાણામંત્રીએ અમેરીકન ટેરીફ તથા વૈશ્વિક અનિશ્ચીતતા જેવા અનેક પરિબળોથી અસરગ્રસ્ત દેશના અર્થતંત્રને તથા MSME સેક્ટરને વેગ આપવા માટે કોઈ વધારાનું કરભારણ નહી નાખી દેશને એક વધું વિકાસલક્ષી બજેટ આપવાના નિષ્ઠાપુર્વકના પ્રયત્નો કરેલા છે. સંસ્થાએ આપેલ ઉપરોકત મંતવ્યો/તારણો પ્રાથમિક હોય વધું વિગતો અંદાજપત્રના અભ્યાસ કર્યા બાદ જાણી શકાશે પ્રાથમિક દ્રષ્ટિએ બજેટ નાના ઉદ્યોગકારો માટે ફાયદાકારક બની રહેશે તેમ જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયાની યાદીમાં જણાવાયું છે.
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
