<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

સાયલાના દેવગઢમાં ૧૮ વર્ષના હાર્દિક સરવૈયાનો ઝેર પી આપઘાત

રાજકોટ તા. ૨: સાયલાના દેવગઢ ગામે રહેતાં અઢાર વર્ષના યુવાને ઝેર પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્‍યા મુજબ દેવગઢ ગામે રહેતો હાર્દિક જેરામભાઇ સરવૈયા (ઉ.વ.૧૮) ગત ૧૬મીએ પોતાના ગામમાં ખેતરે હતો ત્‍યારે ઝેરી દવા પી જતાં પાળીયાદ સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અહિ તેનું મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ધજાળા પોલીસને જાણ કરી હતી. હાર્દિક આઇટીઆઇમાં અભ્‍યાસ કરતો હતો. પિતાએ કોઇ વાતે ઠપકો આપતાં પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યુ઼ હતું.

(11:22 AM IST)