<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

મેમકા ગામે ઓરડી બનાવવા બે જૂથોમાં અથડામણ

 

વઢવાણ, તા. રઃ સુરેન્‍દ્રનગર જિલ્લાના મેમકા ગામે ઓરડી બનાવવા જેવી બાબતે બે જૂથો વચ્‍ચે ઉગ્ર અથડામણ થતા વાતાવરણ તંગ બન્‍યું. બંને જૂથો ધોકા, પાઈપ અને લોખંડના સળિયા જેવા ઘાતક હથિયારો સાથે સામસામે આવી જતા લોહિયાળ જંગ ખેલાયો હતો.૮થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી.

તેમને તાત્‍કાલિક સુરેન્‍દ્રનગર મેડિકલ કોલેજમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા છે.હિંસક ઘટનાને પગલે સમગ્ર મેમકા ગામમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્‍થળે દોડી ગયો હતો અને ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવી દીધો છે. પોલીસે હાલ ૧૦ શખ્‍સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે

(11:23 AM IST)