News of Monday, 2nd February 2026
સુરેન્દ્રનગરમાં આર્થિક સંકડામણથી ત્રસ્ત યુવાનનો દુકાનમાં જ આપઘાત

વઢવાણ, તા. રઃ સુરેન્દ્રનગરમાં આર્થિક સંકડામણને કારણે યુવકે આત્મહત્યા કરી લીધી છે. આ યુવકે દુકાનમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સ્યુસાઈડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. દેવરાજ, ભરતના નામોનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ જોવા મળ્યો છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જ્યાંથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. મળતક યુવક છેલ્લા કેટલાક સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો. આ આર્થિક ભીંસને કારણે માનસિક તણાવમાં આવી જઈ યુવકે કરુણ પગલું ભર્યું હતું. તેણે પોતાની જ દુકાનમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં યુવકનું મળત્યુ નીપજ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન ચિઠ્ઠીમાં દેવરાજ અને ભરત નામના બે વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ બે વ્યક્તિઓ સાથેના કોઈ આર્થિક વ્યવહારો અથવા દબાણને કારણે યુવકે આત્મહત્યા કરી હોવાની શંકા સેવાઈ રહી છે. ઘટના બાદ યુવકના મળતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સુરેન્દ્રનગરની સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મળતકના ભાઈએ આ મામલે ફરિયાદ કરી છે. પોલીસે સ્યુસાઈડ નોટના આધારે દેવરાજ અને ભરત નામના શખ્સોની ભૂમિકા અંગે તપાસ તેજ કરી છે. પોલીસે ગુનો નોંધીને આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા આગળની કાર્યવાહી શરૂ કરી છે.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
