<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

કોટડાસાંગાણીના સોળીયા રોડ ઉપર રામપરાના યુવાનને આંતરી ૪ શખ્‍સોએ લુંટી લીધો

નારણકા ચોકડીથી સોળીયા જતા રસ્‍તા ઉપર ચાર હિન્‍દી ભાષી શખ્‍સોએ બાઇક આડુ નાખી આ઼ખમાં મરચાની ચટણી નાંખી રોકડ-મોબાઇલ સહિત ૪ર,૭૦૦ ની લુંટ કરી છૂ

રાજકોટ, તા., ર : કોટડા સાંગાણીના સોળીયા રોડ ઉપર રામપરા ગામના યુવાનને બાઇકમાં આવેલા ૪ હિન્‍દી ભાષી શખ્‍સોએ આંતરી આંખમાં મરચાની ભુકી છાંટી રોકડ અને મોબાઇલ સહિત ૪ર,૭૦૦ ની મતા લુંટી નાસી ગયા હતા.

મળતી વિગતો મુજબ રણજીતભાઇ નરેશભાઇ બાબરીયા ઉ.વ.૩૪ ધંધો પ્રા.નોકરી રહે. રામપરા (નવાગામ) તા. કોટડા સાંગાણીએ ચાર હિન્‍દી ભાષી અજાણ્‍યા માણસો સામે કોટડા સાંગાણી પોલીસમાં ફરીયાદ નો઼ધાવી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદી તેના હવાલાવાળુ હોન્‍ડા કંપનીનું લીઓ રજી. નંબર જી.જે. ૩ કે.ઇ. ૭૭૧૧ લઇને  રાજકોટથી રામપરા પોતાના ગામ જતો હતો ત્‍યારે નારણકાથી આગળ સોળીયા જતા રોડ પર મેલડીમાંની ડેરી પાસે કોઇ અજાણ્‍યા ચાર હીન્‍દી બોલતા માણસો તેનુ મોટર સાયકલ લઇને આવી સાઇડ કાપી તેનુ મોટર સાયકલ આડુ નાખી ગેરકાયદેસર અવરોધ કરી ફરીયાદીને ઉભો રાખી એક બ્‍લુ કે કાળા કલરના ટી-શર્ટ વાળા અજાણ્‍યા આરોપીએ ફરીયાદીની આંખમા મરચાની ચટણી નાખી ફરીયાદીને મોટર સાયકલ સાથે પછાડી દઇ ઢીકાપાટુનો માર મારી ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી ફરીયાદીના ખીસ્‍સામાંથી રેડમી કંપનીનો ૧૩ મોડલનો સ્‍કાઇ બ્‍લુ કલરનો તથા પાકીટમા રોકડા રૂપીયા ૧૨,૭૦૦/ તથા આઇ-કાર્ડ તથા પાનકાર્ડ તથા આધારકાર્ડ તથા એ.ટી.એમ. તથા કેડ્રીટ કાર્ડ સહીતનુ બેગ તથા મોટર સાયકલ .જે.૦૩.કે.ઇ.૭૭૧૧ કી.રૂ. ૨૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન કી.રૂ.૧૦,૦૦૦/- તથા રોકડ રૂપીયા ૧૨,૭૦૦/- સાથે કુલ કી.રૂ. ૪૨,૭૦૦/- ની લુટ કરી જઇ નાસી છુટયા હતા.

આ ફરીયાદ અન્‍વયે  કોટડા સાંગાણી પોલીસે ગુન્‍હો દાખલ કરી ૪ હિન્‍દી ભાષી શખ્‍સોની શોધખોળ હાથ ધરી છે.

(11:26 AM IST)