<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

પતિદેવ ભારતીય સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જે મેદાન પર અનેક વાર ફટકાબાજી કરી છે, તે પીચ પર રીવાબા જાડેજાએ હાથ અજમાવ્યો : જુઓ વિડિયો

જામનગરમાં ઐતિહાસિક અજીતસિંહજી ક્રિકેટ મેદાન પર ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીએ ફટકાબાજી કરીને ક્રિકેટ ટુર્નામેન્ટ નો પ્રારંભ કરાવ્યો

 (મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨ : જામનગરના ઐતિહાસિક અજીતસિંહજી ક્રિકેટ મેદાન પર આજે રવિવારથી બહાદુરભાઈ કોઠારી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે, જેનો પ્રારંભ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા ના હસ્તે કરવામાં આવ્યો હતો. જેઓએ ક્રિકેટની પીચ પર ફટકાબાજી કરીને મેચનો પ્રારંભ કરાવ્યો હતો, ત્યારે ઉપસ્થિત સર્વે મહેમાનોએ અને ક્રિકેટ ખેલાડીઓએ તેઓને તાળીઓના ગડગડાટ થી વધાવ્યા હતા.

 એક તબક્કે ભારતીય ક્રિકેટ સ્ટાર રવિન્દ્ર જાડેજા, કે જેઓએ જામનગરના ઐતિહાસિક અજીતસિંહજી ક્રિકેટ મેદાન પર અનેક વખત ફટકાવાજી કરી છે, જે મેદાન પર આજે તેઓના ધર્મપત્ની અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા એ પણ પોતાનો હાથ અજમાવ્યો હતો, અને બેટબોલ વડે ફટકાબાજી કરી હતી, અને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા, અને 'હમ ભી કુછ કમ નહિ' નો સંદેશો આપ્યો હતો.

(11:54 AM IST)