<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

પુત્રવધુ અને વેવાઈ વેવાણના ત્રાસથી ભુજના વૃદ્ધે એસિડ ગટગટાવી જીવ દીધો

મરતા પહેલાં ડીએસપીને ટપાલ દ્વારા સુસાઈડ નોટ મોકલીઃ કચ્‍છમાં હૃદયને હચમચાવતી ઘટના

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨: કચ્‍છમાં હૃદયને હચમચાવતી ઘટનામાં ૬૮ વર્ષીય વળદ્ધે એસિડ ગટગટાવી પોતાનો જીવ દઈ દીધો હતો.

આ અંગે માધાપર (ભુજ) ના ધીરજ ચારણિયાએ લખાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેના ૬૮ વર્ષીય પિતા મોહનલાલ જખરાભાઈ ચારણિયાએ ગત ૮/૧૨/૨૫ ના એસિડ પી આત્‍મહત્‍યા કરી પોતાનું જીવન ટૂંકાવ્‍યું હતું.

આ અંગે ફરિયાદીએ પોતાના મળતક પિતાએ પૂર્વ કચ્‍છ ડીએસપીને સુસાઇડ નોટ ટપાલ દ્વારા મોકલી હતી. જેમાં મળતક વળદ્ધ પિતાએ પોતાની આત્‍મહત્‍યા માટે પુત્રવધુ દયાબેન (ફરિયાદ કરનાર ધીરજભાઈના પત્‍ની) વેવાઈ વેવાણ ભીમજી ધરડા અને દેવીબેન (ફરિયાદીના સાસુ સસરા, તેમ જ રમેશ ધરડા (ફરિયાદી ના કાકા સસરા સામે માનસિક ત્રાસ અને ધાકધમકી આપતા હોવાનું જણાવી તેમના કારણે આત્‍મહત્‍યા કરી હોવાનું ફરિયાદમાં જણાવ્‍યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:34 AM IST)