<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

કચ્‍છમાં વધુ એક ડિજિટલ એરેસ્‍ટના નામે સાયબર ફ્રોડઃ ગાંધીધામના વૃદ્ધ દંપતીએ એક કરોડ ગૂમાવ્‍યા

 

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨: કાયદાકીય રીતે આંટીઘૂંટીના કારણે સાયબર અપરાધીઓ ઉપર સકંજો કસવામાં રહેતી ઢીલાશના કારણે સાયબર ક્રાઇમ રેટ વધી રહ્યો છે. કચ્‍છમાં ડિજિટલ એરેસ્‍ટના ફ્રોડનો વધુ એક કિસ્‍સો સામે આવ્‍યો છે. ગાંધીધામમાં રહેતા વળદ્ધ દંપતી ડેનિયલ મીંજ અને મરિયમ મીંજને નરેશ ગોયલના કેસમાં મની લોન્‍ડરિંગમાં નામ ખુલ્‍યું હોવાનું કહી મુંબઈ ક્રાઈમ બ્રાન્‍ચના નામે ડરાવી ધમકાવી એક મહિનો ડિજિટલ એરેસ્‍ટ કરી ૧ કરોડ ૭ લાખ ૮૪ હજાર રૂપિયા સાયબર ઠગોએ ટ્રાન્‍સફર કરાવી લીધા હતા. આ અંગે ભોગ બનનારના પુત્ર રોમી ડેનિયલ ક્રિヘયિને પૂર્વ કચ્‍છ સાયબર ક્રાઇમમાં ફરિયાદ લખાવી છે.

(12:58 PM IST)