<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

કોડીનારમાં ૧૮.૮૦ લાખની કિંમતના દારૂના જથ્‍થા પર પોલીસનું બુલડોઝર ફરી વળ્‍યું

૧૫૧ ગુનાઓમાં પકડાયેલ દારૂના જથ્‍થાનો સુગર ફેક્‍ટરી ગ્રાઉન્‍ડ ખાતે નાશ કરાયો

કોડીનાર તા.૦૨:  જુનાગઢ રેન્‍જ આઈ.જી. નિલેશ જાંજડીયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા દ્વારા પોલીસ સ્‍ટેશનોમાં જપ્ત કરવામાં આવેલ  મુદ્દામાલનો સમયાંતરે નિકાલ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અન્‍વયે કોડીનાર પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એમ.કે. વણારકા દ્વારા  એડી. ચીફ જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કોર્ટના હુકમ બાદ પ્રોહીબીશન કમિટીની રચના કરી

કોડીનારની સુગર ફેક્‍ટરી ગ્રાઉન્‍ડ ખાતે તા. ૦૯/૦૨/૨૦૨૫ થી તા. ૦૮/૦૧/૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન પકડાયેલા કુલ ૧૫૧ ગુનાઓના નાશપાત્ર મુદ્દામાલનો નિકાલ કરાયો હતો. જેમાં કુલ રૂ. ૧૮,૮૦,૦૩૨/- ની કિંમતની નાની-મોટી ઈંગ્‍લીશ દારૂની બોટલો અને ટીન દારૂના નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ તકે પ્રોહીબીશન કમિટીના સભ્‍ય અને ઉના વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરી, કોડીનાર મામલતદાર, જુનાગઢ નશાબંધી અધિકારી તેમજ કોડીનાર પી.આઈ. એમ.કે. વણારકા  ઉપસ્‍થિત રહ્યા હતા. આ સમગ્ર કામગીરીમાં કોડીનાર સર્વેલન્‍સ સ્‍કોડના એ.એસ.આઈ. પ્રદિપસિંહ હરીસિંહ, ફુલભાઇ જેસીંગભાઇ, હેડ કોન્‍સ. મુકેશભાઇ, અભિજીતસિંહ તથા પોલીસ સ્‍ટાફના કનુભાઇ, ભીખુશા, વજુભાઇ અને રાઇટર પ્રતાપભાઇ સહિતના જવાનોએ જેહમત ઉઠાવી હતી. સરકારી પંચોની રૂબરૂમાં દારૂની બોટલો પર રોલર ફેરવી સમગ્ર જથ્‍થાનો નાશ કરવામાં આવ્‍યો હતો.

(11:41 AM IST)