તા. ૧૯ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ - ૪ મંગળવાર
News of Monday, 2nd February 2026
લીંબડીમાં એસ.ટી. બસે મુસાફરને કચડયોઃ બિહારી યુવક ગંભીર

વઢવાણ, તા.,ર : લીંબડી બસ સ્ટેન્ડમાં આજે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. બસ સ્ટેન્ડમાં ઉભેલા મુસાફર ઉપર એસ.ટી. બસ ફરી વળતા મુસાફર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાએ બસ સ્ટેન્ડમાં મુસાફરોની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. અમદાવાદ-ભુજ રૂટની એસ.ટી. બસ હોલ્ટ માટે ઉભી હતી. તે દરમિયાન એક મુસાફર બસમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે બેદરકારીને કારણે બસ મુસાફરના પગ ઉપર ફરી વળી હતી.અકસ્માત એટલો ગંભીર હતો કે મુસાફરના પગનો કુચો બોલી ગયો હતો.અકસ્માત બાદ આસપાસ હાજર લોકોએ તરત જ ઇજાગ્રસ્ત મુસાફરને સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાને લઈને મુસાફરો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ઇજાગ્રસ્ત મુસાફર અશોક બિહારી દ્વારા ઘટનાને લઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે બસમાં ચડતી વખતે અચાનક બસ આગળ વધતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
