તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 2nd February 2026
પોરબંદર ભાજપમાં જુથવાદને લીધે નવા સંગઠનના નામો જાહેર કરવામાં વધતી મુંઝવણ
પ્રદેશ ભાજપ દ્વારા સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાના નવા સંગઠનના હોદેદારોની જાહેરાત સાથે પોરબંદરના નામો નક્કી કરવામાં અતિ વિલંબથી તર્ક વિતર્કો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર : જિલ્લા ભાજપના નવા સંગઠનના નામ જાહેર કરવામાં થઇ રહેલ અતિ વિલંબ પાછળ સ્થાનીક કક્ષાએ જુથવાદ અને જુથવાદને લીધે નવા નામ જાહેર કરવામાં પ્રદેશ કક્ષાએ મુંઝવણ વધી ગયાની ચર્ચા છે.
પ્રદેશ ભાજપ દ્વારા સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાના ભાજપના નવા સંગઠનના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે. તાજેતરમાં પાટણ નર્મદા અને દેવભુમી દ્વારકા ત્રણેય જિલ્લા ભાજપના નવા સ઼ગઠનનું માળખુ જાહેર કર્યુ છે. ત્યારે પોરબંદર જિલ્લા ભાજપ સંગઠનના નવા નામો જાહેર કરવામાં અતિ વિલંબથી અનેક તર્ક વિતર્કો થઇ રહયા છે.
પોરબંદર જીલ્લા ભાજપના નવા સંગઠનના નામો જાહેર કરવામાં અતિ વિલંબ પાછળ સ્થાનીક કક્ષાએ જુથવાદના કારણની ચર્ચા થઇ રહી છે.
એવી પણ ચર્ચા છે કે પોરબંદર જિલ્લા ભાજપના નવા હોદેદારોના નામ નક્કી થઇ ગયા છે. આ નામો એક-બે દિવસમાં જાહેર કરાય તેવી સંભાવના છે. જિલ્લા ભાજપ સંગઠનના નવા નામો જાહેર કરવાની આતુરતાનો અંત કયારે આવશે ? તે પ્રશ્ન ભાજપના આગેવાનો અને કાર્યકરો ચર્ચામાં છે.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
