News of Monday, 2nd February 2026
જેતપુરના વેપારી વ્યાજના વિષચક્રમાં ફસાયાઃ ૪ વ્યાજખોરો સામે પોલીસમાં ફરીયાદ

રાજકોટ તા. ર :.. જેતપુરના વેપારી વ્યાજના વિષચક્રમાં ફસાયા બાદ કમ્મર રોડ વ્યાજ વસુલ કરનાર ૪ વ્યાજખોરો સામે પોલીસમાં ફરીયાદ કરી છે.
મળતી વિગતો મુજબ વૈભવ બકુલભાઇ ચૌહાણ (ઉ.વ.૩૦) ધંધો નોકરી તથા વેપાર, રહે. જેતપુર, ખોડપરા, શંકરના મંદિર પાસે, શેરી નંબર ડી-૦પ, એ આરોપી (૧) પુનીત રામજીભાઇ બારમેડા, રહે. જેતપુર, એસ.કુમાર સોસાયટી, (ર) રવી જગદીશભાઇ મેવાણી રહે. જેતપુર, કણકીયા પ્લોટ જેતપુર, (૩) મિતેષ વિજયભાઇ આશરા, રહે. જેતપુર, ફુલવાડી રામજી મંદિર રોડ, તથા (૪) હર્ષવર્ધન પરસોતમભાઇ પડીયા, રહે. જેતપુર, ફુલવાડી રામજી મંદિર રોડ, સામે જેતપુર સીટી પોલીસમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીને ધંધામાં ર લાખની જરૂર પડતા આરોપી, પુનીત રામજીભાઇ બારમેદાએ ફરીયાદીને રૂા. ૧ર,૦૦,૦૦૦ માસીક ૭.પ, ના ઉંચ્ચા વ્યાજ દરે આપી ફરીયાદી મજબુરીનો લાભ લઇ સીકયુરીટી પેટે ફરીયાદીના એચ. ડી. એફ. સી. બેંકનો એક તથા બેંક ઓફ બરોડાનો એક સહિત કરેલ ક્રોસ ચેક લઇ જઇ, ફરીયાદી પાસેથી આજદિન સુધીમાં રૂા. પ,૦૦,૩૧૧ વ્યાજની વસુલાત કરી હતી. તથા આરોપી રવી જગદીશભાઇ મેવાણીએ ફરીયાદીને રૂા. ૩૩,૪૦,૦૦૦ માસીક ૭.પ ટકાના ઉંચા વ્યાજ દરે આપી. ફરીયાદીની મજબુરીનો લાભ લઇ સીકયુરીટી પેટે ફરીયાદીના બે એચઅડીએચસી બેંકના ચેક જેમાં પ્રથમ ચેક નંબર ૦૦૦૦૪ર તથા બીજો ચેક નં. ૦૦૦૦પ૩ લઇ જઇ ફરીયાદી પાસેથી આજદિન વિજયભાઇ આક્ષરાએ ફરીયાદીને રૂા. ૬,૮૦,૦૦૦ માસીક ૭.પ ટકાના ઉચ્ચ વ્યાજ દરે આપી, ફરીયાદીની મજબુરીનો લાભ લઇ સીકયુરીટી પેટે ફરીયાદીને એચડીએફસી. બેંકનો એક ચેક તથા બેંક ઓફ બરોડાનો ચેક એક લઇ જઇ, ફરીયાદી પાસેથી આજદીન સુધીમાં રૂા. ૧,૯૧,પ૦૦ વ્યાજની વસુલાત કરી, તથા આરોપી હર્ષવર્ધન પરસોતમભાઇ પઠીયાએ ફરીયાદી રૂા. ૩,૦૦,૦૦૦ માસીક ૭.પ ટકાના ઉંચા વ્યાજ દરે આપી ફરીયાદી મજબુરીનો લાભ લઇ સીકયુટીરી પેટે ફરીયાદીને બે ચેકો લઇ જઇ ફરીયાદી પાસેથી આજદિન સુધીમાં ૧૦,૦૦૦ વ્યજની વસુલાત કરી ફરીયાદીના હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી. જેતપુર સીટી પોલીસે ઉકત ચારેય વ્યાજખોરો સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
