હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 2nd February 2026
ભાવનગરમાં સ્પાની આડમાં ચાલતા અનૈતિક દેહ વ્યાપાર સામે મોટી કાર્યવાહી :ચાર સ્પાના લાયસન્સ રદ્દ કરી દેવાયા
સ્પા, ઓસીયન, આઇકોનીક, આવેડા નામના ચાર સ્પાના લાઇસન્સ રદ્દ કરાયા : નીલમબાગ પોલીસ દ્વારા ત્રણેય સ્પાના લાયસન્સ રદ્દ કરવા કર્યો હતો રિપોર્ટ

ભાવનગર શહેરમાં સ્પાની આડમાં ચાલતા અનૈતિક દેહ વ્યાપાર ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગર પોલીસએ ત્રણ માસ પહેલા દરોડા પાડી સંચાલકો અને માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. ચાર સ્પાના લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા છે છે. નીલમબાગ પોલીસના રિપોર્ટના આધારે મ.ન.પા એ લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી કરી છે. સીટી સ્પા, ઓસીયન, આઇકોનીક, આવેડા નામના ચાર સ્પાના લાઇસન્સ રદ્દ કરવામાં આવ્યા છે. નીલમબાગ પોલીસ દ્વારા ત્રણેય સ્પાના લાયસન્સ રદ્દ કરવા કર્યો હતો રિપોર્ટ જેને લઈ કાર્યવાહી કરવામાં આવી છે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
