News of Monday, 2nd February 2026
કોડીનાર અને સુત્રાપાડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક કમોસમી વરસાદ તૂટી પડ્યો : પાકને ભારે નુકસાનની ભીતિ
અરણેજ, સિંધાજ, વડનગર, કંટાળા અને ભુવાવાડા, ભુવાટીંબી, ગીર વિઠ્ઠલપુર સહિતના ગામોમાં વરસાદ :કેસર કેરી તેમજ ખેતરમાં ઊભેલા ઘઉં, બાજરી અને ચણાના પાકને ભારે નુકસાનની ભીતિ

ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. કોડીનાર અને સુત્રાપાડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને વરસાદ તૂટી પડ્યો છે. અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ અરણેજ, સિંધાજ, વડનગર, કંટાળા અને ભુવાવાડા, ભુવાટીંબી, ગીર વિઠ્ઠલપુર સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં આ કમોસમી વરસાદથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે. ખાસ કરીને ગીરની શાન ગણાતી કેસર કેરી તેમજ ખેતરમાં ઊભેલા ઘઉં, બાજરી અને ચણાના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
