<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

મોરબીના પાનેલી ગામની સીમમાં ઝેરી દવા પી લેતા યુવાનનું મોત.

વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા સારવાર દરમિયાન યુવાનનું મોત થયું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : પાનેલી ગામની સીમમાં વાડીએ ઝેરી દવા પી લેતા ૨૧ વર્ષીય યુવાનનું મોત થયું છે બનાવ અંગે પોલીસે તપાસ ચલાવી છે.


મોરબી તાલુકાના પાનેલી ગામના રહેવાસી પેથાભાઈ ભાણાભાઈ ચંદ્રેશાણીયા (ઉ.વ.૨૧) નામના યુવાન ગત તા. ૩૧ ના રોજ વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(11:07 PM IST)