<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

શનાળા ગામના રહેણાંક મકાનમાંથી ૧.૫૫ લાખનો દારૂનો જથ્થો જપ્ત

ચાર આરોપીઓના નામ ખુલતા પોલીસે તપાસ ચલાવી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : શકત શનાળા ગામે રહેતા આરોપીના મકાનમાં રેડ કરી એ ડીવીઝન પોલીસે ઈંગ્લીશ દારૂની ૧૮૬ બોટલનો જથ્થો જપ્ત કર્યો છે ચાર આરોપીના નામો ખુલતા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

    મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શકત શનાળા ગામે રહેતા મહાવીરસિંહ ધીરૂભા ઝાલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી આરોપીના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૧૮૬ કીમત રૂ ૧,૫૫,૭૬૦ નો જથ્થો જપ્ત કર્યો છે આરોપી મહાવીસિંહ ધીરૂભા ઝાલા, હરેશ નરશીભાઈ દેવાયતકા, સાગર ઉર્ફે લાલો નારણ ચાવડા અને નારણ આહીર એમ ચાર શખ્શો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:09 PM IST)