News of Tuesday, 3rd February 2026
પ્રભાસપાટણના ડ્રગ્સના ગુન્હાનો ચાર વર્ષથી ફરાર આરોપી મુંબઇમાં ઝબ્બે

(દિપક કકકડ દ્વારા) વેરાવળ તા. ૩ :.. પ્રા.પાટણ પો.સ્ટે. એન.ડી.પી.એસ. એકટ કલમ મુજબના ગુન્હાનો આરોપી અબુબકર અમીરહુસેન શાહ છેલ્લા ચાર વર્ષથી નાસતો-ફરતો હોય જે નાસતા-ફરતા આરોપીને પકડી પાડવા સદર ગુન્હાનો અભ્યાસ કરી આરોપી સુધી પહોંચવા લગત વિભાગ પાસેથી જરૂરી માહિતી મંગાવતા એલ.સી.બી. શાખાના એ.એસ.આઇ. રામદેવસિંહ ઇન્દુભા તથા મીસીંગ પર્સન સ્કવોડના એ.એસ.આઇ. ગોવિંદભાઈ ભગવાનભાઇ તથા મુંબઇ તપાસમાં જઇ ડોગરી પોલીસ સ્ટેશનની મદદ લઇ ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્ચીસ આધારે આરોપીની વોચ તપાસમા રહી પકડી પાડી લગત પોલીસ સ્ટેશન ખાતે જરૂરી કાર્યવાહી કરી આરોપીને આગળની ધોરણસર કાર્યવાહી થવા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનને સોપી આપવામાં આવેલ છે.
આ કામના આરોપી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ડિલીવરીથી મોકલી આપવાની એમ.ઓ.ધરાવે છે.
આ કામગીરી એસ.ઓ.જી.શાખાના ઇ.ચા. પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડા તથા પો.સબ.ઇન્સ આર.એચ.સુવા તથા એ.એસ.આઈ. દેવદાનભાઈ માણંદભાઇ તથા પો.કોન્સ. કૈલાસસિંહ જેસાભાઇ તથા મહાવીરસિંહ મંગલસિંહ તથા ડ્રા.પો.કોન્સ. ગોપાલભાઇ કાળુભાઇ તથા એલ.સી.બી.શાખાના એ.એસ.આઇ. રામદેવસિંહ ઇન્દુભા તથા મીસીંગ પર્સન સ્કવોડના એ.એસ.આઇ. ગોવિંદભાઈ ભગવાનભાઇએ કરી હતી. (
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
